Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo Author(s): Nandighoshvijay Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha View full book textPage 8
________________ કરવામાં આવી રહી છે. સંપાદનના અંતિમ તબક્કા સ્વરૂપ ભાષાકીય દૃષ્ટિએ, તેને વ્યવસ્થિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થવામાં છે. એ પૂર્ણ થયે પ્રકાશન માટેની પ્રક્રિયા શરૂ થશે. અમારા ટ્રસ્ટ તરફથી આ સૌપ્રથમ પ્રકાશન છે અને તે જૈન-જૈનેતર વિદ્ધવર્ગમાં આવકાર પામશે જ એવી અમોને શ્રદ્ધા છે. આ ગ્રંથ પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર સંઘો, ટ્રસ્ટો અને શ્રાવકોનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. સાથે સાથે આ ગ્રંથનું સુંદસુઘડ મુદ્રણ કાર્ય કરી આપનાર શ્રી હસમુખભાઈ પરીખ તથા શ્રી હેમંતભાઈ પરીખ(અમૃત પ્રિન્ટર્સ)નો આભાર માનીએ છીએ. આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓ તથા કાર્યકર્તાઓનો પણ અમો આભાર માનીએ છીએ. વિ.સં. ૨૦૫૫, ભાદરવા સુદ-૯, રવિવાર, ૧૯, સપ્ટેમ્બર, ૧૯૯૯ ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અમદાવાદ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 368