Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo Author(s): Nandighoshvijay Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha View full book textPage 7
________________ પ્રકાશકીય પ.પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ.આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજે ગુજરાતી - હિન્દી - અંગ્રેજી ભાષામાં જૈનદર્શન અને વિજ્ઞાન સંબંધિત જુદા જુદા વિષયોને લક્ષ્યમાં રાખી છેલ્લા 10-12 વર્ષમાં અનેક સંશોધન લેખો લખ્યાં છે અને તે નવનીત-સમર્પણ, તીર્થંકર, અર્હત્ વચન, જૈન જર્નલ, તુલસી પ્રજ્ઞા’ વગેરે ભિન્ન ભિન્ન પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયેલા. એ સર્વ લેખોને બે ગ્રંથ સ્વરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા ઈ.સ. 1995માં Jainism : Through Science, જૈનદર્શનઃ વૈજ્ઞાનિક દૃષ્ટિએ' નામે પ્રકાશિત કરવામાં આવેલા. તેમના આ ગ્રંથો, દેશ-વિદેશમાં સર્વત્ર અને ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવનાર વિશાળ વાચક વર્ગમાં ખૂબ આવકાર્ય બન્યા અને ફક્ત ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં આ ગ્રંથની પ્રથમાવૃત્તિની નકલો ખલાસ થઈ ગઈ તથા વિદ્વર્ગ તરફથી જૈન સમાજના શ્રેય માટે આ ગ્રંથની ઘેર બેઠાં પરીક્ષાનું આયોજન કરવાનું સૂચન વારંવાર થતું હતું પરંતુ પ્રથમાવૃત્તિની નકલો પૂરતી ન હોવાથી, એ સૂચનનો અમલ કરવામાં વિલંબ થતો રહ્યો છે. વળી આ ગ્રંથમાં ગુજરાતી તથા અંગ્રેજી-હિન્દી વિભાગમાં ભિન્ન ભિન્ન વિષય સંબંધિત લેખો હતા તેથી ત્રણેય વિભાગમાં પ્રાયઃ અલગ અલગ લખાણ હતું, એટલે તે જ વખતે વિદ્વર્ગ તરફથી એક સૂચન એવું આવ્યું કે હવે ગુજરાતી નવી આવૃત્તિમાં, અંગ્રેજી-હિન્દી વિભાગના બધા જ લેખોનો સમાવેશ ક૨ી સંપૂર્ણ ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત કરો, તો યુનિ. ઑફ લીડ્ઝ(ઇંગ્લૅન્ડ)ના સ્ટેટિસ્ટિક્સ વિભાગના વડા ડૉ. (પ્રો.) કે. વી. મર્ડિયાએ તે જ ગ્રંથની પ્રસ્તાવનામાં વિદેશના વિશાળ વાચકવર્ગ માટે સંપૂર્ણ અંગ્રેજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું સૂચન કરેલ. આ ગ્રંથના પ્રકાશન પછી પણ મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજે જૈનધર્મ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નવા સંશોધન અને તુલનાત્મક અધ્યયન સ્વરૂપ અન્ય લેખો લખ્યા છે. તે સર્વનું એક જ ગ્રંથમાં સંકલન કરી પ્રકાશન કરવાની યોજના પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજના મનમાં હતી. આ ગ્રંથ પ્રકાશનનું કાર્ય કેટલાંક કારણોસર અન્ય સંસ્થાને સોંપવાનું પૂજ્ય મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ વિચારતા હતા પરંતુ અમોએ તેઓશ્રીને વિનંતિ કરતાં, અમારા ટ્રસ્ટ દ્વારા તેનું પ્રકાશન ક૨વાની સંમતિ તેઓશ્રીએ આપી અમોને ઉપકૃત કર્યા છે. વિશેષ આનંદની વાત એ છે કે આ જ ગ્રંથની સંપૂર્ણ અંગ્રેજી આવૃત્તિ પણ તૈયાર 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 368