Book Title: Ishtafal Siddhi Prakaranam Author(s): Padmasenvijay Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 8
________________ આક્રોશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા દ્વેષથી પશુ (ભાવ શ્રાવક) પીડાય નહિ. પણ સર્વત્ર સમાન ચિત્તવાળા હિતને ઈરછતે એટલે પિતાનું અને બીજાનું ભલું ઇરછતા તે ગીતાર્થ ગુરુના વચનથી ખાટા કદાગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. ૧૦. જ્ઞાનસાર ( બે ) માધ્યચ્ચ અષ્ટક પ્લેક-૨ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रह मनः कपिः ।।२।। મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષને મનરૂપી વાંદરે તેને પુંછડી વડે ખેંચે છે. ( જ્યાં યુક્તિ હોય ત્યાં મધ્યસ્થનું ચિત્ત આવે.... અને કદાગ્રહનું ચિત્ત યુક્તિની કદર્થના કરે એ અર્થ છે.) ૧૧. અનેક શાસ્ત્રમાં આવતે નીચેનો શ્લેક आग्रही बत निनीषति युक्ति तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपात रहितस्य तु युक्तिः यत्र तत्र मतिरेति निवेशम् ।। આગ્રહી પુરુષ જ્યાં પોતાની મતિ ખૂલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાત વગરના પુરુષની મતિ ત્યાં કરે છે, જ્યાં યુક્તિ હાજર હોય છે. ૧૨. ચોગદષ્ટિ સમુચ્ચય શ્લોક ૧૦૧-૧૨૩ आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ।।१०१।। આગમ-અનુમાન અને (વિહિતાનુષ્ઠાનના સેવનરૂપ ) ગાભ્યાસને રસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શું માત્ર આગમથી નહિ. ] ૧૩. : ૨ પ્રતિદિન સપૂar TE: I जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ।।१२३॥ ઇષ્ટ કૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિર્વિધ્રપણું, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સંપત્તિનું આગમન, ઈષ્ટ કૃત્ય સંબંધી જિજ્ઞાસા અને તે ઈચ્છાદિનું આસેવન, આ બધા સદનુષ્ઠાનનાં લક્ષણ છે... (ભલે કદાચ એ સંસારહેતુઓ કરાતાં હોય.) ૧૪. શ્રીપાળ ચરિત્ર (પૂ. રત્નશેખર સૂ. મ.). ચારણમુનિ ઉપદેશ શ્લોક નં. ૫૫૯ भो भो महाणुभावा ! सम्मं धम्म करेह जिणकहि । जइ वंछह कल्लाणं इहलोए तह य परलोए ॥५५९।। રે રે મહાનુભાવો ! આલેકમાં અને પરલોકમાં જે કલ્યાણ સુખને ઇચ્છતા હો તો જિનેશ્વર ભગવાને કહેલા સમ્યગૂ ધર્મને આચરે. ( આમાં સ્પષ્ટ સૂચવ્યું છે કે આ જન્મમાં પણ સુખની ઈરછા હોય તો એના માટે ધર્મ કરે.) કલ્યાણ શબ્દ શાસ્ત્રમાં અનેક જાતના સુખ માટે આવે છે. જ્યારે અલેક અને પરલેક શબ્દ ભેગે હોય ત્યારે સર્વત્ર કલ્યાણ શબ્દનો અર્થ લગભગ “આલોક અને પરલોકના સુખ” એવો થાય છે. કલ્પસૂત્રની ટીકામાં પણ કલ્યાણ શબ્દને સમૃદ્ધિ વગેરે અર્થ કહ્યો છે. ૧૫. ઉત્તરવા Ê પૃ. ૭૮/૨ લેક ૪૧૦-૪૧૧ निज्जामएसु नियनियपवहण वावारकरणपवणेसु । कय नवपय झाणेणं मुक्का हक्का कुमारेण ॥४१०।। ખલાસીઓ પોતપોતાની વહાણચાલનની- લંગર છેડવાની પ્રવૃત્તિમાં તત્પર હતા, ત્યારે શ્રીપાળકુમારે નવપદPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 91