Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ તો જ ચિંતા મટે તેવી છે તો હું પુત્ર માટે શા માટે મેલા દેવદેવી વગેરેમાં ફાંફાં મારું? હું ધર્મ જ વધારું, કેમ કે ધર્મ જ પિતા છે, માતા છે, બંધુ છે,સર્વદાતા છે” એમ વિચારી તેણે જીવનમાં ધર્મ વધાર્યો. અહીં સ્પષ્ટ છે કે અહીં તેણે અત્યારે ધર્મ વધાર્યો એ મોક્ષના જ હેતુથી નહીં પણ પુત્ર-પ્રાપ્તિ અર્થે; તો શું એણે વિષક્રિયા કરી ? મિથ્યાત્વ પોપ્યું ? ના, મોક્ષાર્થી જીવ જીવન-પ્રસંગોમાં ધર્મ પ્રધાન કરે, ધર્મને આગળ કરે, એ એના દિલની, ધર્મશ્રદ્ધાની, અરિહંત શ્રદ્ધાની વડાઈ છે. શ્રી માનતુંગસૂરિજીનું પારખું કરવા રાજાએ એમને ૪૪ બેડીઓ પહેરાવી. ઓરડામાં પૂર્યા. એમણે એ બેડીઓ તોડવાના ઉદ્દેશથી ત્યાં નવીન જ અરિહંતની ભક્તિભર્યું ભક્તામરસ્તોત્ર રચ્યું અને બેડીઓ તૂટી ગઈ ! મનોરમા સતીએ પતિ સુદર્શન શેઠ પર ચડેલું ખોટું કલંક ઉતારવા અને શૂળીની સજા રદ કરાવવા જ કાઉસ્સગ્ગ લીધો, અને શાસન-દેવતાએ આવી ચમત્કાર સજર્યો. શૂળીનું સિંહાસન કર્યું. ને આકાશવાણીથી રાણીનો પ્રપંચ જાહેર કર્યો. તો અહીં શું સતી મનોરમાએ કાઉસ્સગ્નરૂપી ધર્મ આદર્યો, એ વિષક્રિયા કરી ? મોતીશા શેઠના વહાણ દરિયામાં ક્યાંક અટવાઈ ગયા. શેઠે સંકલ્પ કર્યો કે ‘જો આ વહાણ એમ કુશળ આવી જાય તો એની બધી આવક જિનમંદિરમાં ખરચવી.’ આમાં વહાણ આવી જવાના ઉદ્દેશથી શ્રી જિનમંદિર માટે ખરચ કરવાનું કર્યું, તે શું વિષક્રિયા થઈ ? ધવલના વહાણ વ્યંતરીએ અટકાવેલા. ધવલની વિનંતીથી શ્રીપાલકુમારે નવપદનું સ્મરણ કરી વહાણ ચલાવી આપ્યા.આ નવપદ-સ્મરણ દુષ્ટ દેવતાને હટાવવા તથા વહાણ ચલાવવાના ઉદ્દેશથી કરેલ, તો શું એ નવપદ-સ્મરણનો ધર્મ કોઈ વિષક્રિયા કહેવાય ? શ્રેયાંસનો જીવ સ્વયંપ્રભાદેવી ગુજરી ગઈ ત્યારે પતિ ઋષભદેવ ભગવાનનો જીવ લલિતાંગ દેવ ઝૂરતો હતો, પછી સ્વયંપ્રભા મરીને અનામિકા બ્રાહ્મણી થયેલી, અને તેણે જૈન મુનિના ઉપદેશથી વ્રત નિયમ અને અનશન લીધેલું. (૮૩) એની પાસે લલિતાંગદેવે આવીને ઓળખ આપી, ફરીથી સ્વયંપ્રભા થવા નિયાણું કરાવે છે, ને અનામિકા તેથી નિયાણું કરી મરીને ફરીથી સ્વયંપ્રભા દેવી થાય છે. આમાં અનશનનો પાછલો ભાગ સ્પષ્ટ દેવી થવાના ઉદ્દેશથી આરાધ્યો, છતાં એ વિષક્રિયા ન થઈ અને ભવનાં ભ્રમણ ન વધ્યા. વિષક્રિયા ન થવાનું કારણ, અનામિકાને સ્વર્ગના વિષયસુખની કામના ન હતી એમ નહીં, પરંતુ પતિ તરીકે લલિતાંગ એક ઉત્તમ ગુણિયલ પૂર્વપરિચિત આત્મા મળે છે, તો એના સથિયારાની લાલસા હતી. આ કાંઈ મોક્ષની લાલસા નહોતી, છતાં અનામિકા સ્વયંપ્રભા દેવી થઈ, ને લલિતાંગની સાથે ઠેઠ શ્રેયાંસના ભવે પહોંચી, જ્યાં લલિતાંગ એ ઋષભદેવ થયા છે. જન્મીને તરતમાં અક્રમ કરનાર નાગકેતુ પૂર્વભવમાં પટેલના દીકરા હતા. અને ઓરમાન મા એમને બહુ પીડતી. તેથી એણે શ્રાવક મિત્રને પોતાનું દુ:ખ કહી શું કરવું એમ પૂછ્યું. ત્યારે મિત્ર કહે, ‘આ તેં પૂર્વ જન્મે તપ નથી કર્યો, તેથી અહીં પરાભવ પામે છે, ને અહીં પણ તપ નહિ કરે તો આગળ પર શું પામીશ ? એ વિચાર કરી જો . માટે તું તપ કર, માતા પર રોષ ન કરીશ.' ખેડૂતપુત્રે મંજૂર કરી પજુસણમાં અટ્ટમથી તપ શરુ કરવાનું નક્કી કર્યું. આ તપધર્મ કયા ઉદ્દેશથી ? કહો, ભવાંતરે અપમાન-ટોણાં-તિરસ્કારાદિ પીડા ન આવે એ ઉદ્દેશથી. છતાં એ વિષક્રિયા નહિ પણ એવી ઉત્તમ ધર્મક્રિયા બની કે બીજા ભવે જ જનમતાં અટ્ટમ, નાગકેતુ તરીકે મહાશ્રાવકપણું, અને પુષ્પપૂજામાં કેવળજ્ઞાન તથા તદ્ભવે મોક્ષ પામ્યા ! જીવનમાં આવા આપત્તિના પ્રસંગ આવે કે ઈષ્ટ સિદ્ધિ કરવી હોય ત્યારે ધર્મનું શરણું લેવાય એની પાછળ દિલ જોવાનું છે કે દિલમાં ફક્ત ધર્મથી આ ફળ લઈ લઉં એવી ફળની ઘેલછા જ મુખ્ય છે. ? અને ધર્મને તો એનું માત્ર એક સાધન બનાવાય છે? યા ધર્મ જ મુખ્ય છે, તેથી ફળની આકાંક્ષામાં પણ ધર્મનું જ શરણ ખપે છે? દુન્વયી ઈષ્ટ સાધવા પુરતો જ ધર્મ પકડવો એ જુદી વસ્તુ છે,ને મારે તો બધે ધર્મ જ આધાર, તેથી ઈષ્ટ માટે પણ ધર્મનો જ આશરો લઉં,એ જુદી વસ્તુ છે. પહેલામાં અશુભ વિષક્રિયા છે, બીજામાં શુભ તહેતુ ક્રિયા છે. આ શુભ ક્રિયાવાળો ભવી જીવ મોક્ષ માટે તો ધર્મ કરે જ છે. પરંતુ દુન્વયી આફત નિવારવા (૮૪)

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91