Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ જોઈએ, પણ એ કર્યા વિના જો દાવો રખાય કે ગ્રહને ઘોળી પીવામાં આવ્યો છે તો તે ઘણું ખેદજનક કહેવાય. કદાગ્રહ આમેય સારો નહીં, તો પછી એને નિવારનારા પ્રહને ઘોળી પીનારની કઇ દશા થાય ? કદાગ્રહ બાજુ પર મૂકીને વિચારીએ કે - વિષ-ગરલ ક્રિયા અંગે યોગબિંદુ શાસ્ત્ર શું કહે છે?: પૂજય હરિભદ્રસૂરિજી મહારાજે વિષ-ગરલ અનુષ્ઠાનની પ્રરૂપણા જૈનમતે કરી છે ? કે અન્ય મતે ? યોગબિંદુની શ્લો૦ ૧૫૪ની વ્યાખ્યામાં શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ સ્પષ્ટપણે એને પાતંજલમત કહી રહ્યા છે. બીજું, પતંજલિએ એને કાળભેદ પાડીને કહ્યા નથી, જ્યારે જૈન શાસ્ત્રકાર એના ઉપરની મીમાંસામાં સ્પષ્ટ કહે છે કે વિષ-ગરલ અનુષ્ઠાન સામાન્યથી અચરમાવર્તકાળમાં હોય, અને વિશેષથી ચરમાવર્તકાળમાં મુક્તિના ષવાળાને હોય. મુક્તિના અદ્વૈષવાળાને ચરમાવર્તકાળમાં પ્રાયઃ તહેતુ (અને આગળ વધતાં અમૃત) અનુષ્ઠાન હોય. આમાં મુખ્યત્વે ચરમાવર્તકાળમાં સહજમલની અલ્પતાને કારણે જન્મેલા મુક્તિના અષને અથવા કંઇક મુક્તિના અનુરાગને કારણ તરીકે બતાવ્યો, નહીં કે એકાન્ત મુક્તિના અનુરાગને. તો હવે ચરમાવર્તમાં આવેલો જીવ ભલે કદાચ એ ઈહલૌકિક કાર્યની ઇચ્છાથી પણ ધર્માનુષ્ઠાન કરતો હોય, તો પણ એને વિષ-ગરલ અનુષ્ઠાન કઈ રીતે કહેવાય? ‘બત્રીસ-બત્રીશી' શાસ્ત્રની મુક્તિઅદ્વેષ-પ્રાધાન્યનામની ૧૩મી બત્રીશીમાં ગ્લો૦ ૨૦-૨૧ની વ્યાખ્યામાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ સ્પષ્ટપણે કહે છે કે, - ‘ધાત્રિશાત્રિશિકા” શું કહે છે?: अपि बाध्या फलापेक्षा सदनुष्ठानरागकृत् । सा च प्रज्ञापनाधीना मुक्त्यद्वेषमपेक्षते ॥ અર્થ :- સૌભાગ્યદિલની વાંછા પણ બાધ્યસ્વભાવવાળી તથા સદનુષ્ઠાનનો રાગ કરાવનારી હોય છે; અને તે ફલાપેક્ષાની બાધ્યતા ઉપદેશાધીન હોઇને કારણરૂપે મુક્તિ-અષને સાપેક્ષ છે. આ રીતે શરમાવર્તમાં મુક્તિઅષના પ્રભાવે, સાંસારિક ફલની આકાંક્ષા પણ બાધ્ય કોટિની અર્થાત ભવિષ્યમાં (૧૬૮) દેશના યા પરસ્થાન દેશના થાય અને પરસ્થાન દેશનાને આ શાસ્ત્રકારે પાપ દેશના કહી છે... હવે જ્યાં બાળ-મધ્યમ અને બુધ ત્રણે પ્રકારના જીવોની સભા હોય ત્યાં જૈનશાસનને પામેલા તથા ભાવના જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પર પહોંચેલા મહાત્માઓની તમામ પ્રવૃત્તિ બાળ-મધ્યમ-બુધ સર્વ જીવોની હિત-કામનાથી ઓતપ્રોત હોવાના કારણે એમનો ઉપદેશ પણ એ બધા જીવોનું હિત સધાય એ પ્રકારની હોય છે. પ્ર0 - “ભાવનાજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા ઉપર પહોચેલા” એટલે શું? ઉ૦ - શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજે ષોડશક શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં જ્ઞાન ઉપદેશ્યા છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન. પહેલું જ્ઞાન વાક્યર્થમાત્ર વિષયક હોય છે. બીજું જ્ઞાન મહાવાક્યાર્થીવલમ્બી હોય છે કે જેમાં અનેકાન્તવાદના આધારે સૂક્ષ્મ યુક્તિઓથી વિચારવામાં આવે છે. ત્રીજું જ્ઞાન તાત્પર્યસ્પર્શી હોવા સાથે ઉપાદેયમાં વિધિપૂર્વક પ્રયત્ન કરાવનારું હોય છે. સમસ્ત શેય વિષયોમાં સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા જ એમાં મુખ્ય કારણરૂપે ભાસતી હોય આ ત્રણેય જ્ઞાનોનું ફલ દર્શાવતા શાસ્ત્રકાર ભગવંત ષોડશક શાસ્ત્રમાં (૧૧૧૦૧૧) ફરમાવે છે કે પહેલા શ્રુતજ્ઞાનથી જીવોને “આ મેં કહ્યું છે, એ જ પ્રમાણભૂત છે, અમારો મત જ સારો છે અને બીજાનો સારો નથી” આવો આગ્રહ એટલે કે ખોટો પક્ષપાત જન્મે છે. ચિન્તામયજ્ઞાનથી એવો આગ્રહ નિવૃત્ત થઈ જાય છે. નાદિગર્ભિત સિદ્ધાન્તોનો સાર જાણવામાં આવવાથી પોતાના કે બીજાના મતમાં કહેલી યુક્તિયુક્ત વાતોનો સ્વીકાર થાય છે. ભાવનાજ્ઞાનથી ‘ચારિ સંજીવની ચરક ન્યાય અનુસાર સર્વજીવો પ્રત્યે હિતકારી પ્રવૃત્તિ થાય છે. ધર્મબિન્દુ શાસ્ત્ર શું કહે છે? : પ્ર0- “ચારિ સંજીવની ચરક ન્યાય” એટલે શું? ઉ0- ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે, - “ચારિ સંજીવની-ચરક-ન્યાય” એટલે કે જે (૧૨૫)

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91