Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ ‘પંચાસ્તિકાય લોક' એવો અર્થ કરીને એનું હિત કરનારા એટલે કે “એના યથાર્થ પ્રરૂપક' એવો અર્થ કર્યો છે. પદાર્થનું યથાર્થ નિરૂપણ એ જ એનું સાચું હિત છે. એવો ત્યાં હેતુ બતાવવામાં આવ્યો છે. આ હિસાબે ‘ભગવાન અને ભગવાનનું શાસન એકેન્દ્રિયાદિ જીવોનું શું હિત કરે ?’ આવા પ્રશ્નનું સમાધાન થઈ જાય છે કે એની સાચી ઓળખ કરાવવી એ એનું હિત જ છે. જેમ કે, એની સાચી ઓળખ કરાવ્યાથી ભવ્ય જીવો મન-વચન-કાયાથી એ એકેન્દ્રિયાદિ જીવોની દયા-રક્ષાજયણા-અહિંસા પાળે છે. તદન સત્ય વાત છે કે અનંત અનંત કાળથી સંસાર પરિભ્રમણમાં દુઃખોથી રીબાતા જીવો એવા ગોઝારા સંસારથી કેમ મુક્ત થાય અને પોતાના સહજ અનંત સુખોના ભોક્તા કેમ બને એ જૈનશાસનનો મુખ્ય ઉદેશ છે અને એ સિદ્ધ કરવા માટે ધર્મ જ એક સમર્થ સાધન છે. એટલે ‘જેને કોઈને સંસારથી મુક્ત થવાની અર્થાત મોક્ષ પામવાની ઈચ્છા હોય એને જૈન ધર્મની આરાધના એ જ જીવનકર્તવ્ય છે, તથા સાથે સાથે જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિઓની ઊભી થતી પીડાઓનાં નિવારણ માટે પણ જૈનધર્મનું જ આલંબન લેવા યોગ્ય છે,' એવું જૈન શાસ્ત્રો ઠામ ઠામ ઉપદેશે છે. ધર્મની શ્રદ્ધાવાળો જીવ મોક્ષનો અભિલાષી છે છતાં જયાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ઊભી થતી એ પીડાઓના નિવારણ માટે અરિહંતદેવ અને એમના ધર્મનું આલંબન ન કરે તો શું મિથ્યાદેવ-દેવી અસત્ય અનીતિ અને પાપ પ્રપંચોનું આલંબન કરે ? ‘જીવ સંસારમાં બેઠો છે ત્યાં સુધી ઊભી થતી જરૂરિયાતો સિદ્ધ કરવા માટે પણ ધર્મનો જ આશ્રય કરે, નહિ કે પાપ પ્રપંચોનો’ એવું જૈન શાસ્ત્રકારો ફરમાવે છે. દેશના-સમયે બધા પ્રકારના જીવોનું ધ્યાન રહે તે માટે ખાસ - ષોડશકે શાસ્ત્ર શું કહે છે? ષોડશક શાસ્ત્રમાં જીવોને કેવો ધર્મોપદેશ કરવો એ માટે સંસારી જીવોની ત્રણ પ્રકારની કક્ષા બતાવી, બાળ-મધ્યમ અને બુધ. વળી ત્યાં કહ્યું : જે કક્ષાનો જીવ હોય એને એ કક્ષા યોગ્ય જ દેશના અપાય, એના બદલે જો માત્ર ઉપરની કક્ષાવાળાને યોગ્ય ઉપદેશ જ નિમ્નકક્ષાવાળાને આપ્યા કરે તો એ દેશના અસ્થાન (૧૨૪) નાબૂદ થનારી હોય છે. એટલે એ ધર્માનુષ્ઠાન બાધ્યકક્ષાની સાંસારિક ફલની આકાંક્ષાથી થવા છતાં ય, એમાં અભવ્યના ધર્માનુષ્ઠાન કરતાં ઘણો ભેદ છે, અને તેથી એ વિષ કે ગરલ અનુષ્ઠાન બનતું નથી, પણ તહેતુ જ બની રહે છે. ઉપરની વાત તથા આવા શ્રી ઉપાધ્યાયજી મ. ના ટંકશાળી વચનોને અવગણીને એ બાધ્યકક્ષાની ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાનોને વિષ-ગરલમાં કોઈ ખપાવતું હોય, એમના ધ્યાન ઉપર લાવ્યા પછી પણ જો એ કદાગ્રહ છોડવા તૈયાર ન થાય તો ભવિતવ્યતાને જ દોષ દેવો રહ્યો. નિયાણું વગેરે કરનારા બ્રહ્મદત્ત વગેરે ચરમાવર્તમાં હોવા છતાં તેમની ફલાકાંક્ષા એવી તીવ્ર લંપટતાવાળી હતી કે જેને બાધ્યકક્ષામાં ગણી શકાય નહીં તેમજ જે લોકો ચરમાવર્તમાં હોવા છતાં વિષયસુખના અતિશય લંપટ હોય અને તે માટે જે આટામાં લૂણ જેટલો ધર્મ માંડ માંડ ભક્તિ-ભાવ-વિસ્મયાદિ વિના જ કરતા હોય, તો તેઓની પણ તે ફલાકાંક્ષા બાધ્યકક્ષામાં ન ગણાય. એટલે આવા તીવ્ર વિષયસુખની આકાંક્ષાવાળા હોય એવાના અથવા તો ચરમાવર્તમાં પણ અત્યંત અનાદરથી ધર્મ કરતા હોય એવાનાં ધર્માનુષ્ઠાન તહેતુરૂપ બનવાને બદલે વિષાદિરૂપ બને એમાં કાંઇ નવાઇ નથી. માત્ર ચરમાવર્તમાં આવી જવા માત્રથી ધર્માનુષ્ઠાન તહેતુ કે અમૃત તુલ્ય બની જાય એવો એકાન્ત નથી, પરંતુ ‘મુક્તિ-અષના પ્રતાપે બાધ્યકોટિની ફલાકાંક્ષાથી થતાં અનુષ્ઠાનો તહેતુરૂપ બને છે. વિષાદિરૂપ નહીં,' - એ જ આ પ્રતિપાદનનો મુખ્ય હેતુ છે. માટે ‘આશય શુદ્ધિનું કાંઇ મહત્ત્વ જ નથી અથવા આશય સર્વથા ગૌણ છે,’ એવું કોઇએ સમજી લેવાની ગંભીર ભૂલ કરવી જોઇએ નહિ. શાસ્ત્રકારભગવંતોએ જ્યાં અચરમાર્વતકાળ અને ચરમાવર્તકાળ એમ કાળભેદને મુખ્ય દેખાડ્યો છે, ત્યાં જ આ વાત લાગુ પાડવાની છે. જો મોક્ષના આશય સિવાયના આશય માત્રથી ધર્માનુષ્ઠાન એકાન્ત વિષગરલ બની જતું હોત તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પંચાશકમાં સૌભાગ્ય વગેરે સાંસારિક ફળના ઉદ્દેશવાળા તપોની રજુઆત કરત જ નહીં. એ તપ ‘વિશેષતઃ” મુગ્ધજીવો માટે ભલે કહ્યાં હોય, પરંતુ ‘સામાન્યતઃ” તે તે ફળના અર્થી બધાને માટે તે તપોનું વિધાન છે, એટલે તો એમણે ‘વિશેષતઃ મુગ્ધલોકે” એવો (૧૯)

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91