________________ ભક્તિપૂર્વક થતાં અર્થકામઈચ્છાવાળા ધર્મને ભૂંડો ભૂંડો કહીને વગોવવાનું દુઃસાહસ તો ક્યારેય પણ નહીં કરે. મેલા કપડાવાળા સાધુને કોઈ ‘મેલો સાધુ” કહે? દાળ ભેગી જેમ ઈયળ ન બફાય તેમ અર્થની કામનાને નિંદવા જતાં સાથે ધર્મ ન નિંદાઈ જાય તે દરેક ઉપદેશકે ધ્યાનમાં રાખવાની વાત છે. ખાસ ધ્યાનમાં રહે કે આ બધા શાસ્ત્રપાઠો “મોક્ષ માટે જ ધર્મ થાય” એવા શાસ્ત્રવિરુદ્ધ એકાન્તવાદની કર્કશતા દૂર કરવા માટે છે. ધર્મ મોક્ષ માટે જ બધા જીવો કરે તે અત્યંત ઇચ્છનીય છે. અને તે માટે મોક્ષની અપેક્ષાને સારી અને અર્થાદિની અપેક્ષાને ભૂંડી કહેવાની જરૂર છે, પણ નહીં કે તે અપેક્ષાપૂર્વક થતા કેવલિભાષિત ધર્મને ! આ વાત બરાબર ધ્યાનમાં રાખો કે અપેક્ષાપૂર્વક ધર્મ કરનારા જીવોને એ અપેક્ષાઓ અવશ્ય છોડાવવી જ છે, ને લોકો ધર્મ મોક્ષ માટે જ કરતા થાય એવું પણ કરવું છે, પણ તે શાસ્ત્રવિધિ મુજબ અપેક્ષાઓની ભરચક નિંદા કરીને, કિન્તુ નહીં કે તે અપેક્ષાપૂર્વક કરાતા ધર્મને ભૂંડો ભૂંડો કરીને, અને શાસ્ત્રવિરુદ્ધ બોલીને. હવે જે લોકો શાસ્ત્રોને પૂરા ન વાંચી એવા અધૂરા વિધાનો કરે છે કે - અધૂરા વિધાનોનાં નમૂના : (1) મોક્ષ માટે જ ધર્મ કરે તે ધર્મ નિર્મળ છે, સંસારની ઇચ્છાથી ધર્મ કરે તો તે ધર્મ થોડું સુખ આપી ભયંકર દુઃખ આપનાર છે, માટે તે ધર્મ પણ ભૂંડો જ કહેવાય.” (2) “ધર્મ મોક્ષ માટે જ કરાય, મોક્ષ સાધ્ય ન હોય તે ધર્મ ધર્મ કહેવાય જ નહિ” (3) “મોક્ષનો આશય ન ભળે તો તે જ ધર્મ ‘અધર્મ કરતાં પણ વધારે નુકસાન કરનાર બને.” (4) “સંસારના સુખની ઈચ્છાથી જે ધર્મ કરે, તે ધર્મથી એકવાર સુખ મળે, પણ પછી એ ધર્મ ઘણા કાળ સુધી રીબાઈ રીબાઈને મારે, દુઃખી દુઃખી કરે.” (5) “ધર્મ મોક્ષ માટે જ થાય. મોક્ષની ઇચ્છા વગરનો ધર્મ પણ ભૂંડો જ” અધૂરાં વિધાનોની સમીક્ષા : આવા બધાં શાસ્ત્રવિરુદ્ધ અધૂરાં વિધાનો કરવા તે આવેશ અભિનિવેશ અને એકાત્તવાદની ચિરરૂઢ વાસનામાંથી નીપજેલું હોય તેમ લાગે છે. જરા વિચાર તો કરો કે પૂર્વે બતાવી ગયા તેમ અનેક ભાવનાજ્ઞાની શાસ્ત્રકારો મોક્ષ સિવાયના આશયથી પણ કરાયેલા ધર્મનું બીજા નંબરે સમર્થન કરી રહ્યા છે, ત્યારે કોઈ પણ ભવભીરુ, શામર્મજ્ઞ, ધર્મનો પ્રેમી ઉપદેશક “મોક્ષ માટે જ ધર્મ થાય.... તે સિવાયના આશયથી થતો ધર્મ તે અધર્મ, ભૂંડો, રીબાઈ રીબાઈને મારે, અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે....” આવું બધું જાહેર સભામાં બોલવાની હિંમત કરી શકે ખરો ? ‘ભંડો અને રીબાઈ રીબાઈને મારે, અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે’.... ઇત્યાદિ શબ્દપ્રયોગો તો અરિસાની જેમ બોલનારના અંતરના પ્રતિબિંબને જ છતા કરનારા કહી શકાય કારણ કે કોઈપણ ભવભીરુ શાસ્ત્રકારે કે ઉપદેશકે મોક્ષ સિવાયના આશયથી કરાતા આપણો ભગવાનના ધર્મને ‘ભંડો'.... ‘રીબાઈ રીબાઈને મારે' વગેરે અસભ્ય પ્રલાપો દ્વારા ક્યારેય જાહેરમાં પણ વખોડ્યો નથી. (19) હા,.... પોતાની સામે પ્રબુદ્ધ અને ઉત્તમ કક્ષાના શ્રોતા જ બેઠા હોય તો અને ત્યારે જ ‘ધર્મ મોક્ષ માટે કરીએ તે ઘણું રુડું અને ઉત્તમ પુરુષો મોક્ષ મેળવવા માટે જ ધર્મ કરતા હોય છે... ભાવ વિનાનું અનુષ્ઠાન તે ધર્માનુષ્ઠાન નથી... અને એજ વાસ્તવમાં ધર્મ કહી શકાય'.... ઇત્યાદિ નિશ્ચયનયને અનુસરતી દેશના કરે તે વાત જુદી છે. પરંતુ તે વખતે પણ મોક્ષ સિવાયના આશયથી થતા જૈનધર્મને ‘ભૂંડો ભૂંડો’ કહીને વગોવે તો નહીં જ; કારણ કે તે અમૂઢ ઉપદેશકને, ‘વ્યવહાર’ નયથી કેવી દેશના અપાય કે જેનાથી ઉત્તરોત્તર ‘નિશ્ચય' પ્રાપ્ત થાય, તેનું બરાબર લક્ષ હોય છે. આ લક્ષ ન હોય એવા સ્વછંદી ઉપદેશક માટે શું કહેવું ? આ નિશ્ચયનય-વ્યવહારનયની બાબત માટે જરા શાસ્ત્રના આધારે વધુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. (147) (146)