Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 78
________________ શ્રી નમિ-વિનમિની જેમ “માગું તો ભગવાન પાસે જ' એવા ભગવાન પરના પ્રેમ-બહુમાન વગેરેથી સાંસારિક વસ્તુની કામનાથી પણ ધર્માનુષ્ઠાન કરે, તો તે અનુષ્ઠાનને પ્રીતિ-ભક્તિરૂપ સદનુષ્ઠાન કેમ ના કહેવાય ? “આપણે જૈન છીએ તો પછી અન્યાય, અનીતિ કે મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા કરવાને બદલે આપણા ભગવાનને જ કેમ ન પૂજીએ ?' એવા ભવ્ય આશયવાળા જીવોના ધર્માનુષ્ઠાનને અસ અનુષ્ઠાન કે પાપાનુબંધી કહેવાનો દુરાગ્રહ સેવનારાઓએ ખરેખર સદનુષ્ઠાનનો મર્મ સમજવાની જરૂર છે. પ્રીતિ અને ભક્તિથી ભગવાનની પૂજા કરનારા શ્રાવક વગેરેને “આ લોકો તો ગમે એટલું કહીએ તો પણ - અમે તો બાયડી-છોકરા ને પૈસા-ટકા માટે જ ધર્મ કરવાના - આવું જ કહેવાના” આવા અદ્ધરિયા આક્ષેપો મૂકીને જે લોકો વગોવે છે એ શ્રાવકોની આશાતના કરે છે કે નહીં ?” એ ખાસ વિચારો, કોઇ એકાદ ગૃહસ્થ એવું બોલી ગયો હોય કે - અમે તો બાયડી-છોકરા માટે જ ધર્મ કરવાના - એ વાત બધાને લાગુ પાડી દેવામાં કાંઈ સાર છે ખરો? પ્ર0- તો શું પૈસાટકા કે પરલોક માટે ધર્મ કરે, ને મોક્ષનો આશય ન રાખ્યો હોય તેઓ જે ધર્મ જ નથી કરતા એના કરતાંય વધારે મૂંડા છે એવું ના કહેવાય? | ઉ0- એવું બોલનારાઓ શાસ્ત્રો ભૂલીને આવેશમાં આવ્યા હોય તો જ એવું બોલી શકે. જુઓ - તત્ત્વાર્થ શાસ્ત્ર - મંગળકારિકા શું કહે છે?: (૩૬) તત્ત્વાર્થ શાસ્ત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તો એની મંગળકારિકામાં છ પ્રકારના જીવોમાં, ઉભયલોકના હિત માટે કે પરલોકના હિત માટે ધર્મક્રિયા કરનારાઓને અધમાધમ કે અધમ નહીં કહેતાં વિમધ્યમ અને મધ્યમ કક્ષામાં મૂકી રહ્યા છે; ત્યારે આપણને કોણે પરવાનો આપ્યો કે આપણે ઇહલોક-પરલોક માટે ધર્મ કરનારા એ જીવોને અધમાધમ કે અધમ કરતાં પણ ભૂંડા કહી દઇએ ? બીજા શાસ્ત્રોનો ખ્યાલ રાખ્યા વિના આવું સભામાં બોલાય કેવી રીતે? એવું બોલનારને ષટ્ પુરુષની પ્રરૂપણા કરનારા (૧૬) શાસ્ત્રપાઠો સામે તો ચૂપ જ છે. શ્રાવકો માટે રચાયેલા આ શાસ્ત્રોની વાતો શ્રાવકો આગળ છુપાવીને ખરેખર એ શાસ્ત્રકારોની અને એ શાસ્ત્રોની અવગણના કરી રહ્યા હોય તેવું જણાય છે. મહાન શાસ્ત્રકારોની ધરાર અવગણના કરીને જ્યારે એવો સ્વૈચ્છિક ઉપદેશ દેવાતો હોય કે “મોક્ષ સિવાય બીજા કોઈ આશયથી ધર્મ કરાય જ નહીં., ધર્મ કરીને એના ફળરૂપે મોક્ષ સિવાય બીજું કશું ઇચ્છાય જ નહીં' ત્યારે આવો. એકાન્તવાદનો ઉપદેશ એ શાસ્ત્રવિરુદ્ધ સ્વકલ્પિત ઉપદેશ છે, એ બતાવવા પૂરતાં જ “આ લોકના કાર્ય સિદ્ધ કરવા માટે પણ ધર્મનું વિધાન કરતા જુદા જુદા શાસ્ત્રોના પાઠો” રજુ કરી બતાવવામાં આવે છે કે જ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ ક્યાં ક્યાં મોક્ષ સિવાયના આ લોકના કાર્યો સિદ્ધ કરવા પણ ધર્મનો જ આશ્રય લેવાનું કહ્યું છે !! આ કહેવાય ત્યારે જે લોકો એવો આક્ષેપ કરે છે કે ‘તમે તો મોક્ષ માટે ધર્મના ઉપદેશને બાજુ પર મૂકીને સંસાર માટે જ ધર્મ કરવાનું કહો છો.’ આવો જુઠો આક્ષેપ કરવો એ નરી વક્રતા છે. આ લોકના કાર્ય માટે પણ ધર્મનો આશ્રય લેવાય ત્યાં ધર્મ કરવામાં આ લોકના કાર્યની સિદ્ધિ કરવાનો આશય હોય, એવા થોકબંધ શાસ્ત્રપાઠો રજુ કરવાનો હેતુ “મોક્ષ સિવાયના બીજા કોઇ આશયથી ધર્મ થાય જ નહીંએવા એકાન્તગર્ભિત ઉપદેશને શાસ્ત્રવિરુદ્ધ ઠરાવવાનો છે, પણ નહીં કે સંસાર માટે જ ધર્મ કરવાનું વિધાન ગોખાવવાનો ! મોક્ષ માટે તો ધર્મ કરવાનો જ છે, પરંતુ મોક્ષ સિદ્ધ ન થાય ત્યાં સુધી સંસારમાં પણ ધર્મને વ્યાપક બનાવવાનો છે. આમ સંસાર માટે જ ધર્મનું વિધાન કરવાનો હેતુ જ નથી, પછી એવો આક્ષેપ આંખો મીંચીને અણસમજ વિના કોણ કરે ? કેમકે જગત જાણે છે કે મોક્ષ માટે ધર્મનો ઉપદેશ અમે કરીએ જ છીએ, આ તો ‘ભગવાન કે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું મંગાય જ નહીં, ઇચ્છાય જ નહીં.” એવો જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ એકાન્તગર્ભિત ઉપદેશ ડિડિમ વગાડી વગાડીને દેવાતો દેખાયો ત્યારે એની શાસ્ત્રવિરુદ્ધતા બતાવવા માટે શાસ્ત્રપાઠો અને એના પર શાસ્ત્રાનુસારી વિચારણા રજુ કરવામાં આવે એ શાસ્ત્રપ્રેમીઓની. (૧૩૩)

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91