Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ जाए वि जो पढिज्जइ जेण जायस्स होइ फलरिद्धि । अवसाणे वि पढिज्जड़ जेण मओ सुग्गई जाइ ॥ आवहिं पि पढिज्जइ जेण य लंधेड़ आयइसयाई । રિદ્ધિ વિપત્તિધ્નદ્ નેળ ય સા નાદ્ વિચાર | શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થ પૃષ્ઠ ૭૯ ઉપર અર્થ : જન્મે ત્યારે પણ જે (નમસ્કાર મંત્ર) ગણાય છે કે જેથી જન્મેલાને ફલઋદ્ધિ પ્રાપ્ત થાય છે. મરણકાળે પણ તે ગણાય છે, જેથી મરેલો સદ્ગતિમાં જાય છે. આપત્તિઓમાં પણ તે ગણાય છે, જેથી સેંકડો આપત્તિઓ ઓળંગી જવાય; તથા ઋદ્ધિમાં પણ તે ગણાય છે, જેથી ઋદ્ધિ વિસ્તારને પામે. શ્રી ધર્મપરીક્ષા પૃષ્ઠ ૮૦ (કર્તા. ઉપા. યશોવિજય મ.) अपि च ‘मनागपि हि तन्निवृत्तौ तस्याऽपुनर्बन्धकत्वमेव स्याद्' इति (योगिबन्दु श्लो.१८३ वृत्ति) वचनात् मनागपि संसारासंगनिवृत्तौ जीवस्याऽपुनर्बन्धकत्वं सिध्यति तन्निवृत्तिश्च मुक्त्यद्वेषेणाऽपि स्यात्, तस्य च चरमपुद्गलपरावर्त्तव्यवधानेऽपि मोक्षहेतुत्वमुक्तम् । અર્થ :- વળી ‘થોડી પણ ભવાસંગની નિવૃત્તિ થયે છતે તેનું અપુનર્બન્ધકપણુ થઈ જાય છે.’ આ યોગબિન્દુવૃત્તિના વચનથી થોડા પણ સંસારાસંગની નિવૃત્તિ થયે છતે જીવમાં અપુનર્બન્ધકપણું સિદ્ધ થાય છે અને મુક્તિના અદ્વેષથી પણ કંઈક સંસારાસંગનિવૃત્તિ થઈ શકે છે. અને મુક્તિ-અદ્વેષને ચરમપુદ્ગલપરાવર્તના વ્યવધાનથી પણ મોક્ષહેતુ કહ્યો છે. તથા ધર્મપરીક્ષા પૃષ્ઠ ૧૩૩ ઉપર.... किंच, मार्गानुसार्यनुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीजम्, अविरतसम्यग्दष्ट्यनुरोधात्, न तु तपोमात्रमेवेति न काप्यनुपपत्तिः । अत एव स्फुटे मोक्षाभिलाषत्वेऽपि मिथ्यादृशां प्रबलाऽसद्ग्रहवतां तदभाववतामादिधर्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्यनुष्ठानाऽभावात् तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजीवहस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् । (૧૧૩) અર્થ :- કોઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન સકામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપમાત્ર જ, તેથી કાંઈ અયુક્તતા નથી. એટલે જ પ્રગટ મોક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબળ અસદ્ધહવાળા મિથ્યાદષ્ટિઓને, પ્રબળ અસગ્રહ વગરના આદિધાર્મિકોને હોય છે એવી સકામનિર્જરા પરિણામે હોતી નથી. કારણકે તેમનું માર્ગાનુસારી અનુષ્ઠાન હોતું નથી. મોક્ષાભિલાષ ન હોવા છતાં સ્વાભાવિક અનુકમ્પા વગેરે ગુણોવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેને પરિણામે સકામનિર્જરા અબાધિત હોય છે. આ ઊંડાણથી વિચારવું. યોગબિન્દુ શ્લો. ૧૪૦ नास्ति येषामयं तत्र तेऽपि धन्याः प्रकीर्तिताः । भवबीजपरित्यागात् तथा कल्याणभागिनः ॥ १४०॥ અર્થ :- જેઓને મુક્તિના વિશે દ્વેષ નથી તેઓને પણ ધન્ય કહ્યા છે અને ભવબીજનો પરિત્યાગ કર્યો હોવાથી કલ્યાણભાગી કહ્યા છે. આખ્યાનકમણિકોશ - વૃત્તિકાર આમ્રદેવસૂરિમહારાજ પૃ. ૩૧૩ માં નેમનાથ ભગવાન દેશનામાં કહે છે धम्मो अत्यो कामो मोक्खो चत्तारि हुंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरी ||७९ || અર્થ :- ધર્મ-અર્થ-કામ-મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના બધા મળે છે માટે ધર્મ એ બધામાં શ્રેષ્ઠ છે. આ ઉપરાંત ઉપમિતિ∞-ઉત્તરાધ્યયનટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મ જ પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવાયું છે. ધર્મરત્નપ્રકરણ શ્લો. ૭૩ સ્વોપજ્ઞ ટીકા (ભાવશ્રાવકનાં લક્ષણો) उवसमसारवियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्थो हियकामी असग्गहं सव्वहा चयड़ || ७३|| (૧૧૪)

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91