Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ ૧૨૦.મનના મિનારેથી મુક્તિના કિનારે (પ.પૂ.મુનીરાજશ્રી જયસુંદર વિ.મ.સા. લિખિત પ્રસ્તાવનામાંથી) મહાઋષિ આદ્રકુમાર એટલે જૈન શાસનના બગીચાનું એક મઘમઘતું પુષ્ય, આત્મોત્થાનનું અપ્રતિમ સૂરીલું સંગીત, પતન પછીના ઉત્થાનનો ભવ્ય ઈતિહાસ. કોઈપણ જાતનો તર્ક વિતર્ક કર્યા વિના બુદ્ધિધન શ્રી અભયકુમારે, લાભનું કારણ જાણીને અનાર્ય રાજપુત્ર આર્દ્રકુમારને સુંદર શ્રી જિનમૂર્તિની ભેટ પાઠવી. જિનમૂર્તિ એક એવી ભવ્ય ચિનગારી છે કે જે યોગ્ય ભૂમિકામાં આવેલા આત્માઓની અંતરગુફામાં પ્રકાશનો ઝળહળતો દીપ પેટાવી જાય. કેટલાય ભવ્યાત્માઓ એના દર્શનથી સમ્યક્ત્વ, દેશ-વિરતિ, સર્વ વિરતિ કે માર્ગાનુસારિતાને પામી ગયા છે. શ્રી શત્રુંજય માહાભ્ય શાસ્ત્રમાં તો ત્યાં સુધીનું દ્રષ્ટાન્ત આવે છે કે દેરાસરમાં ચોરી કરવા ગયેલો એક ચોર ચોરીના નિમિત્તે (ચોરીથી પરભવમાં અનર્થ તો ઘણો ભોગવ્યો પણ તે બહાને) એને થયેલા જિનમૂર્તિના દર્શનના પ્રભાવે બહુકાળ પછી એ લાભને ખાટી ગયો. એમ આગળ પર જ્ઞાનીએ ખુલાસો કર્યો છે. વાહ ! કેવું અનંત લ્યાણરૂપ આ જૈન શાસન ! યોગ્ય ભૂમિકામાં રહેલો જીવ, ચોરી જેવા અત્યંત નિંદ્ય આશયથી દેરાસરમાં પ્રવેશે, અને જિનમૂર્તિને દેખે પરંતુ એ જિન-દર્શનના પ્રભાવે ભવાન્તરમાં લાભ ખાટી જાય ! ધન્ય છે આ જિન મૂર્તિને ! (ગમે તે બહાને શ્રી જિનમૂર્તિના દર્શન કરનારાને મહાલાભ થવાની સંભાવના છેઆવી સીધી વાત પકડવાને બદલે "જિનમંદિરમાં ચોરી કરવા માટે જવાય" એવો ઊંધો અર્થ અહીં કોઈએ પકડી લેવાની જરૂર નથી..... તેમજ અહીં એ પણ સમજવાનું છે કે "મલિન આશયથી કરેલા શ્રી જિનમૂર્તિના દર્શન આદિ ધર્મ ક્રિયાઓ મહાભુંડી- રીબાવી રીબાવીને મારે...." ઈત્યાદિ વિચારોવિધાનો પણ કેટલાય જૈન શાસ્ત્રોને ઓળવનારા છે, અને ભોળા જીવોને ધર્મસાધનાથી વંચિત રાખનારા છે.). એ શ્રી જિનમૂર્તિએ આદ્રકુમારમાં આત્મિક ઉત્થાનના પ્રાણ ફૂંક્યા. મોહનિદ્રાનું ઘેન ઉડાડી દીધું. સંયમના પંથે પ્રયાણના શ્રીગણેશ મંડાઈ ગયા. (૧૧૭) એની અજબ કહાણી આ પુસ્તકમાં માર્મિક સ્થળોની અનેક વિશિષ્ટતાઓ સાથે રજુ થઈ છે. એ વિશિષ્ટતાઓના પ્રકાશક છે એકાન્તવાદતિમિરભાનુ પ. પૂ. ગુરુદેવ આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જેઓ વૈરાગ્યની પ્રચંડ પ્રતિભા અને શાસ્ત્ર ગ્રન્થોના નિર્મળ વિવેકથી શ્રી જૈન શાસનના અભૂતપૂર્વ પ્રભાવને પ્રસારી રહ્યા છે. શ્રી સંઘમાં સૌ કોઈ તેમને તત્ત્વશ્રદ્ધા-જ્ઞાન-ધ્યાન વૈરાગ્યતપ-સહિષ્ણુતા-ઉગ્રવિહારીપણુ-સબોધ પ્રદાન વગેરે અનેક જીવતા જાગતા સંયમધર્મને અજવાળે એવા સદ્ગુણોના સુભગ મિલન સ્થાનરૂપે ઓળખે છે. તેમની વાણીમાંથી વૈરાગ્યનું એવું અમૃત વહે છે કે જે દરેક જુદી જુદી ભૂમિકામાં રહેલા જીવોના હૈયાને અપૂર્વ ટાઢકનો અનુભવ કરાવી જાય છે. હા, વિવિધ શાસ્ત્રોનાં વચનો પર શ્રદ્ધા ન હોય એને ન થાય એ બનવા જોગ છે. નવસારીના ચાતુર્માસમાં "ભરતેશ્વર- બાહુબલી" ગ્રન્થ ઉપર અપાયેલા વ્યાખ્યાનોમાં આદ્રકુમાર મહર્ષિની કથાએ ધર્મનો કોઈ ગજબનો રંગ જમાવ્યો. પછી એ વ્યાખ્યાનો અને કોનું માનસ શુદ્ધ કરનારા "દિવ્યદર્શન" નામના સાપ્તાહિકમાં છપાયા, એનાથી, જૈનાચાર્યોએ જીવનમાં જે પાપપ્રવૃત્તિઓ શક્ય એટલી ઓછી કરી ધર્મ- પ્રવૃત્તિને સારું સ્થાન આપવા પર પહેલો ભાર મૂક્યો છે, એને સારું સમર્થન મળ્યું અને ધર્મ પ્રવૃત્તિ નહિ કરનારાઓ ગામેગામ દિવ્યદર્શન વાંચી વાંચી ધર્મ પ્રવૃત્તિમાં લાગતા ગયા. અલબત "જીવનમાં ધર્મ મુખ્ય નહિ, પરંતુ આશય જ મુખ્ય" સમજનારને આ ન ગમે, ને તેથી વિરોધ કરે એ સહજ છે. બાકી અનેક શાસ્ત્રોથી સમર્થિત દેશનાના પરિણામે ઘણા ઘણા છે તે પ્રકારની ભૂમિકામાં આવેલા જીવોના હૃદયમાં આશ્વાસન મળ્યું અને શાસ્ત્રોથી વિરુદ્ધ જતા અનેક પ્રતિપાદનોથી ઊભા થયેલ અજૈન મતના વાદળ વિખરાવાથી, સાચો ધર્મ-માર્ગ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાતો થયો. શાસ્ત્રોને ઓળવવાથી મહાપાપ થાય એવી ચિંતા ન હોય તેઓનો પહેલો તો પ્રશ્ન જ એ હતો કે "લજાતો ભયતો....." વાળો શ્લોક તમે ક્યાંથી ઉઠાવી લાવ્યા ? (૧૧૮)

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91