Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ જો ઇહલૌકિક પ્રાર્થનાગર્ભિત વિષયશુદ્ધ અનુષ્ઠાનો વિષ અને ગરલ બની જતા હોત, તો તે અનુષ્ઠાનોને શ્રી હરિભદ્રસૂરિ મહારાજ જેવા “એકાન્તે યુક્ત છે.” એમ કહેત ખરા ? શું અહીં પોતે પોતાના જ યોગબિંદુ ગ્રન્થમાં કરેલી વિષગરલ અનુષ્ઠાનની વાતો ભૂલી ગયા હોવાનું કોઇ કહી શકશે ખરૂં? જે મહાનુભાવો માત્ર હરિભદ્રસૂરિ કૃત યોગબિંદુ કે શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના કોક ફાવતા ગ્રન્થોમાંથી વિષ-ગરલ અનુષ્ઠાનની વાતોને એકાન્તે પકડી બેઠા છે, તેઓએ આ પંચાશક શાસ્ત્રની વાતો સભા આગળ આજ સુધી કેમ કરી નથી ? હવે કહો કે “ધર્મ ભૂંડો નહીં, પણ એકાન્તવાદ ભૂંડો, એકાન્તવાદની વાસના ભૂંડી; અનેકાન્તવાદ રુડો, અનેકાન્તવાદ ગર્ભિત પ્રરૂપણા રુડી.’’ આ સમગ્ર ચર્ચાનો એ જ સાર છે, કે પોતાનું અને બીજાનું કલ્યાણ ઈચ્છનારા ભાગ્યવાનોએ કોઈ પણ શાસ્ત્રની વાત એકાન્તે પકડાઈ ન જાય તે માટે, બીજા શાસ્ત્રોમાં તે તે વિષયો અંગે શું શું ભાખ્યું છે તેની ખોજ કરવા પુરુષાર્થ આદરવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવની સર્વ આજ્ઞાઓનો સાર બતાવતાં ‘ઉપદેશ રહસ્ય’માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ એક જ વાત કરે છે કે - “જેમ જેમ રાગ-દ્વેષની પરિણતિ ઘટતી આવે તેમ તેમ પ્રવર્તવું, - આ જ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે.’’ આ સર્વ આજ્ઞાઓની સારભૂત આજ્ઞા સતત લક્ષમાં રાખીને જો આપણે ઉપદેશની ધારા વહેતી કરીએ તો પછી એના ઉપર ભલે બીજાઓ ગમે તેટલા અસભ્ય શબ્દોમાં પ્રહારો કરતા રહે, તો ય આપણું એનાથી કાંઇ બગડી જવાનું નથી. બને ત્યાં સુધી નિષ્ફળ ચર્ચાથી દૂર રહેવું. કોઈ વાર ન છુટકે દુખાતા હૈયે ચર્ચા કરવી પડે, તો એ ચર્ચા કરતાં પણ આપણા હૈયામાં કદાગ્રહ કે અભિનિવેશ અથવા બીજાઓ પ્રત્યે દ્વેષ-તિરસ્કારનો ભાવ ન આવી જાય, તેનો જ ખાસ ખ્યાલ રાખવાનો. ઉપરના સમગ્ર પ્રતિપાદનમાં પણ આ જ ભાવની અનુવૃત્તિ જાણવી, અને બીજાઓ જે કાંઈ કહેતા હોય; તે જો શાસ્ત્રોને બરાબર અનુસરતું હોય, અથવા શાસ્ત્રથી જરાય વિરુદ્ધ ન હોય, તો તે નયસાપેક્ષભાવે સ્વીકારવામાં સંકોચ જરાય રાખવો નહિ. એ રીતે આપણે સૌ અરિહંતના અચિંત્ય પ્રભાવે સ્વપરના કલ્યાણ માર્ગે આગળ વધીએ એવી પરમાત્માને પ્રાર્થના. શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઇપણ કહેવાયું હોય તો.... મિચ્છામિ દુક્કડમ્..... (૧૭૨) શ્રી અર્ધું નમઃ એકાન્તવાદ સામે લાલબત્તી : અનન્ય પ્રભાવવંતો જૈનધર્મ : લેખક : પૂ. મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ હાલ : પ.પૂ.આ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક દિવ્યદર્શન ટ્રસ્ટ કલિકુંડ, ધોળકા

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91