Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ શતપોનું વિધાન કર્યું અને કહ્યું કે આ રીતે લોકરૂઢ દેવના ઉદ્દેશથી કરાય તે પણ તપ જ છે. એના ઉપર શંકા થઈ આવી કે શું આ બધું પણ તપ? (અહીં બાર પ્રકારના તપનું વર્ણન ચાલે છે.) એટલે એના જવાબમાં શ્લોક ૨૬માં તપ કોને કહેવાય એની ચોખ્ખી દિવા જેવી વ્યાખ્યા આપી કે જે તપમાં (૧) કષાયનું દમન (૨)બ્રહ્મચર્ય પાલન (૩) જિન પૂજા અને (૪) ભોજન ત્યાગ (અનશન) આ ચાર અંગ વિદ્યામાન હોય તે બધું જ તપ કહેવાય, અને અહીં ‘વિરોસો મુદ્ધનોમ' વિશેષ કરીને મુગ્ધ લોકો માટે તો ખાસ, એમ કહ્યું પણ "માત્ર મુગ્ધ લોકો માટે જ એમ કહ્યું નહીં.- એનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે આશય દુન્યવીકાર્યનો હોય (અલબતુ અતિશય ભૂંડો લોકનિંદ્ય તો ન જ હોય) પણ જેમાં ઉપરોક્ત ચાર અંગ વિદ્યમાન હોય તો રોહિણી આદિ પણ સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે તપ જ છે - વિશેષ કરીને મુગ્ધ લોકો માટે, કેમ આમ? તો કે મુગ્ધ લોકો (અવ્યુત્પન્ન બુદ્ધિવાળા લોકો) પહેલાં એ રીતે પ્રવર્તે, બાદમાં અભ્યાસથી (નહીં કે એક જ ઝાટકે કોઈ કહી દે કે મોક્ષ સિવાયના બીજા કોઈ પણ કાર્ય માટે ધર્મ ન જ થાય એટલે તરત જ. કિન્તુ વારંવાર અભ્યાસ કરવાથી) કર્મક્ષયના ઉદ્દેશથી પણ પ્રવર્તે છે, પણ પહેલેથી જ કર્મક્ષય માટે જ તેને પ્રવર્તાવવાનું શક્ય નથી. જો સૌ કોઈને કાયમ કર્મક્ષયના ઉદ્દેશથી જ ધર્મ કરવાનો ઉપદેશ કરવાનો હોય તો પંચાશક-શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રોનાં વિધાન ક્યારે ઉપદેશવાનાં? હવે મુગ્ધ કોને કહેવાય એ પણ એક પ્રશ્ન છે - ગ્લો. ૨૩ની ટીકામાં એનો અર્થ અવ્યુત્પન્નબુદ્ધિ એવો કર્યો છે. ગ્લો. ર૬ની ટીકામાં મુગ્ધ શબ્દનો અર્થ કર્યો નથી પણ મુગ્ધતર લોકો કેવા હોય તેનું વર્ણન કરતાં કહે છે કે વુદ્ધાતુ... અર્થાત્ સંબુદ્ધિવાળા તો “મોક્ષ માટે જ આ તપ વિહિત છે” એમ સમજીને તપસ્યા કરે છે. (ઉપદેશક કહે તે જુદી વસ્તુ છે અને વ્યક્તિ પોતે આમ સમજે એ જુદી વસ્તુ છે.)તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ‘વિશિષ્ટમતિવાળો ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પુરુષાર્થ કરે છે.” આ રીતે એ સ્પષ્ટ થાય છે કે જેઓને ‘આ મોક્ષ માટે જ વિહિત છે.” એવી (૧૦૧) સબુદ્ધિ છે તેઓ મુગ્ધતર થયા. એનો વિશિષ્ટ ખુલાસો તત્ત્વાર્થસૂત્રની પંક્તિમાં કર્યો એમાં વિશિષ્ટ મતિવાળા ઉત્તમ પુરુષની વાત કરી, એટલે વિશિષ્ટમતિવાળા ઉત્તમ પુરુષો એ મુગ્ધતર થયા અને મધ્યમ-વિમધ્યમ વર્ગ બધો જ મુગ્ધકક્ષામાં આવી ગયો. આ વાતમાં હવે શંકા રહેતી નથી. એટલે જે લોકો ઉભયલોકહિતાર્થી. અથવા માત્ર પરલોક હિતાર્થી છે તેઓ બધાના ખાસ હિત માટે શાસ્ત્રકારોએ રોહિણી આદિ તપનું વિધાન કર્યું. કોઈપણ વિચક્ષણ ભવ્યજીવ સમજી શકે તેમ છે કે લગભગ દરેક કાળમાં (ખાસ કરીને આજના કાળમાં) ઉપર કહ્યા એવા ઉત્તમ લોકો તો ઘણા ઓછા હોય કે જેઓ માત્ર મોક્ષ માટેજ પ્રયત્ન કરે, (મોટા ભાગેતો આવા સાધુમહાત્માઓ જ હોય.)તો પછી ઉપદેશકો સર્વ સામાન્ય સભામાં કઈ રીતે કહી શકે કે “ધર્મ મોક્ષ માટે જ થાય અને મોક્ષ સિવાય બીજા કોઈપણ આશયથી લેશમાત્ર થાય જ નહીં ?” શ્રી પંચાશક શાસ્ત્રની ગ્લો. ૨૭ ની ટીકામાં પણ એક ખૂબ જ સુંદર સ્પષ્ટતા કરી દીધી છે કે નિપસર્ગતા (સંસારમાં કોઈ ઉપદ્રવ ન આવે) ઈત્યાદિ આશયથી સાધાર્મિક દેવતા (રોહિણી-અમ્બા વગેરે)ને ઉદ્દેશીને જે કુશલાનુષ્ઠાન તરીકે તારૂપ પ્રવૃત્તિ થાય છે તેના વડે કષાયદમન આદિની પ્રધાનતાથી મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય (કે જે પૂર્વે ન પણ હોય)પ્રાપ્ત થઈ અનેક મહાનુભાવો કેવલિભાષિત ચારિત્ર ધર્મનો લાભ પામી ગયા. જે શાસ્ત્રકાર ભગવંતો રોહિણી-અંબા આદિના ઉદ્દેશથી કરાયેલા કષાયત્યાગ-બ્રહ્મચર્યજિનપૂજા આદિની પ્રધાનતાવાળા તપથી અનેક મહાનુભાવોને ચારિત્ર-લાભ થવાનું જણાવતા હોય એ કોઈ દિવસ એવું વિધાન કરે ખરા કે “સાંસારિક લાભના આશયથી ધર્મ કરે તો સંસાર વૃદ્ધિ થાય ?' શ્લો. ૨૮ થી સર્વાંગસુંદર આદિ તદ્દન સાંસારિક લાભના પ્રયોજક તપ વગેરે દેખાડ્યા. ત્યાં પણ કોઈએ શંકા કરી કે “આ બધા તપ તો ‘સાભિધ્વંગ’ (સાંસારિક વસ્તુની આસક્તિવાળા) થતા હોવાથી મુક્તિમાર્ગ ન કહેવાય.’ તો આ શંકાનો ઉત્તર ગ્લો. ૨૯ માં સ્પષ્ટ જણાવી દીધો કે માર્ગ પ્રાપ્તિના હેતુભૂત હોવાથી ઉપચારથી એ પણ માર્ગ જ છે.(આ રીતે મુક્તિમાર્ગ પ્રાપકતાના હેતુથી (૧૦૦)

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91