Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ શ્લો.૨૨ માં પૂજય ઉપાધ્યાયજી મ. જણાવે છે કે અબાધ્ય ફલાપેક્ષા (અભવ્યાદિની, તે) મોક્ષાર્થક શાસશ્રવણ વિરોધી હોય છે. (અર્થાતુ એને તો મોક્ષાર્થકશાસ્ત્ર સાંભળવાનો પણ રસ ન હોય.) જયારે, ભવ્યજીવને મુક્તિ અદ્વેષ હોય અને ફલાપેક્ષા હોય તો પણ તે બાધ્ય કક્ષાની હોવાના કારણે તથા એનાથી ઉચિત યોગ્યતાના પ્રભાવે મોક્ષાર્થક શાસ્ત્રશ્રવણ કરવામાં જાગેલા રસના પ્રભાવે બુદ્ધિ માર્ગાનુસારી બને છે અને તીવ્રપાપક્ષય થવાથી સદનુષ્ઠાન રાગ જન્મે છે. ગ્લો. ૨૩ માં પૂજય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે સૌભાગ્યાદિ - ફલાકાંક્ષાવાળાને શાસ્ત્રકાર ભગવંતોએ જ જે રોહિણી વગેરે તપ કરવાનું દેખાડ્યું છે તે મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ કરાવવા માટે ગીતાર્થો સૂચવે છે. પણ ‘એ તો સંસારના આશયથી થયું એટલે વિષાનુષ્ઠાન બની જશે’ એવી ભ્રમણા દૂર કરવા પૂજ્યશ્રીએ કહ્યું કે ફલાપેક્ષા બાધ્ય કોટિની હોવાથી એ અનુષ્ઠાન વિષાદિરૂપ બનતું નથી પણ તદ્ધતુરૂપ જ રહે છે. આ રીતે પૂર્વાચાર્ય ભગવંતોએ ગૂંચના સુંદર ઉકેલો દર્શાવ્યા હોવાથી કોઈ વિવાદને અવકાશ જ રહેતો નથી. ધર્મોપદેશના આજ કાલના શ્રોતાઓ બધાજ બુધ કક્ષાના કે મધ્યમ કક્ષાના હોતા નથી કિંતુ બહુધા મુગ્ધ કક્ષાના હોવાનો સંભવ વધુ છે. (હા, કોઈ ઉપદેશકની સભામાં વર્ષોથી એકના એક જ મોટાભાગના પ્રબુદ્ધ શ્રોતાઓ હાજરી આપતા હોય ત્યારે તે બુધ જીવોની કક્ષાનો જ ઉપદેશ કર્યા કરે તેમાં કોઈ વાંધો નથી.) એટલે જ પૂર્વાચાર્ય ભગવંતોએ પુષ્પમાલાદિ શાસ્ત્રોમાં, મોક્ષ સિવાયના આશયથી પણ ધર્મ કરવાનું વિધાન કરેલું છે. મોટી શાંતિમાં પૂ.વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ જેવાએ પણ આશીર્વાદના શબ્દોમાં ‘અક્ષીણકોષકોઠાગારા નરપતયશ્વ ભવન્તુ સ્વાહા” અર્થાત્ ‘રાજાઓ અખૂટ કોશ અને કોઠાગારવાળા થાઓ” એમ જે હ્યું છે, તથા ‘સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓના રોગ-ઉપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુકાળ-દુર્મનસ્કતા દૂર થાઓ' તથા ‘શત્રુઓ પરાફ઼મુખ થાઓ', તથા ‘શ્રી સંઘથી માંડીને સમગ્ર બ્રહ્મલોકમાં શાંતિ થાઓ' વગેરે વગેરે જે આશીર્વાદના સૂચક શબ્દો વાપર્યા છે તેમાં અખૂટ કોશ વગેરે શબ્દનો અર્થ આડકતરી રીતે મોક્ષ જ કરવો જોઈએ કે નહિ એવા કોઈ વિવાદને અવકાશ રહેતો નથી. તમામ ભવભીરુ પંચમહાવ્રતી મહાત્માઓની ઉપદેશપ્રવૃત્તિમાં ઊંડે ઊંડે એવો અભિપ્રાય તો રહેલો જ હોય છે કે જીવો આ રીતે પણ ધર્મમાં જોડાય, ધીમે ધીમે વિષયોની નિંદા સાંભળી વિષયાકાંક્ષા છોડે, ને મોક્ષની ઉપાદેયતા સમજીને ક્રમે કરી મુક્તિએ જાય. એવો ઉદ્દેશ અંતરમાં ન હોય તો તે વાસ્તવઉપદેશક જ કહી ન શકાય. ઉપદેશકનું કર્તવ્ય: આ બધી ચર્ચાનો સાર એ છે કે શાસ્ત્રકાર ભગવંતોના ભિન્ન ભિન્ન આશયવાળી દેશનાઓમાંથી શ્રોતાઓ ક્યારેય પણ એકાન્ત ન પકડી જાય એ ઉપદેશ કરતી વેળા ઉપદેશકે ધ્યાનમાં રાખવાનું હોય છે. જો ધ્યાન રાખવામાં ન આવે અને કોઈ એક નયથી પ્રરૂપાયેલ એકબાજુની જ શાસ્ત્રવાતોને ઘુટથે રાખી હોય તો એનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જ્યારે એ શ્રોતાઓને કોઈ બીજા ઉપદેશકના ઉપદેશથી એનાથી સામેની બાજુની શાસ્ત્રવાતો જાણવા-સાંભળવા મળે ત્યારે એ શ્રોતાવર્ગમાં એવો ઉકળાટ આવી જાય છે, કે જે શાસ્ત્રોના આધારે એ બીજી બીજુની વાત થઈ હોય તે શાસ્ત્રો પર અને એની એ વાતો પર અનાદર કે અરૂચિ અથવા અવિશ્વાસ પ્રગટે છે, તેમજ તે શાસ્ત્રોની વાતો રજુ કરનાર પ્રત્યે પણ દ્વેષ ભાવના વગેરે જાગૃત થાય છે ! પરિણામે બિનજરૂરી વિવાદનો વાવંટોળ જાગી ઊઠે છે. શાસ્ત્રીય વિધાનોમાં મુખ્યતા અને ગૌણતા પણ આપેક્ષિક હોય છે, પણ ઐકાન્તિક નથી હોતી, અર્થાતુ ભિન્ન ભિન્ન ઉચિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસ્થાન વગેરેનું ઔચિત્ય ધ્યાનમાં લઈને તે તે નયથી પ્રરૂપણા બીજા અન્ય નયને જરાય અન્યાય કરવાનો આશય ન આવી જાય તે રીતે કરવાની હોય છે, પણ આંખ મીંચીને નહીં. નયભેદે દેશના થાય તેમાં પણ ઉપદેશક મહાત્માઓનો આશય પરમ્પરાએ જીવને મોક્ષ પ્રાપ્ત કરાવવાનો જ હોય, તો પછી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે યોગદ્રષ્ટિ સજઝાયમાં ચોથી ઢાળના ૨૦-૨૧ મી ગાથામાં જણાવ્યા મુજબ કોઈ ઝઘડાને અવકાશ રહેતો નથી - તે જુઓ, શિષ્યભણી જિનદેશનાજી કે (કહે) જન પરિણતિ ભિન્ન; કે (કહે) મુનિની નય દેશનાજી; પરમારથથી અભિન્ન. (૨૦) શબ્દભેદ-ઝઘડો કિસ્સોજી? પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છે. (૨૧)ધર્મ ક્ષમાદિક પણ મીટેજી, પ્રગટે ધર્મસંન્યાસ; તો ઝઘડાઝોંટા તણોજી, મુનિને કવણ અભ્યાસ ?”(૨૨) (૯૬)

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91