Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ કરીને લાભ જ થાય છે. અન્ય જીવોને ધર્મ પમાડવાની બુદ્ધિથી કઈ પુણ્યાત્મા લાલચ સ્વરૂપથી પ્રભાવના આદિ કરે છે તે પ્રભાવના કરનારને તે લાભ જ થાય. શરત એટલી કે પ્રભાવના કરનારના હૃદયમાં પ્રભાવના દ્વારા લેકની વાહવાહ આદિ મેળવવાની કામના ન હોવી જોઈએ. અન્ય જીવોને ધર્મ પમાડવા માટે પ્રભાવના વગેરે કરનારા પુણ્યાત્માઓને શાસ્ત્ર એક પ્રકારના પ્રભાવક કહ્યા છે. એટલે પૈસા ખરચીને ધર્મ કરાવનારા લાભ મેળવે. પણ પૈસાની લાલચથી ધર્મ કરનારા બધા લાભ મેળવે જ એ નિયમ ઘડાય નહિ. અર્થ-કામ પ્રત્યે કદાગ્રહના ઘરનું આકર્ષણ હોય તો તેવા જીવો ધર્મ ન પામે. જે જીવોને અર્થ-કામ પ્રત્યે કદાગ્રહના ઘરનું આકર્ષણ નથી. તેવા જીને ધર્મ પામતા વાર પણ ન લાગે. આ છે જૈન શાસન ના અનેકાંતવાદની ખૂબી ! ધર્મ કરનાર કે ધર્મ કરાવનાર જો કેવલ કષાયના જોરથી ધર્મ પ્રવૃત્તિ કરતા હોય તે તેઓ ધર્મ પ્રવૃત્તિથી જેમ પુણ્ય બાંધે છે તેમ તે કાળમાં રહેલ કષાયના જોરથી કષાયો પણ જોરદાર બાંધે છે. તેથી જ્યારે તે પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે તેની સાથે તે કષાય પણ ઉદયમાં આવે છે. ને બળવાન કષાયના ઉદયકાળમાં તે પુણ્ય ખરાબ માર્ગમાં જ વપરાય છે. તેથી તે કાળમાં ભયંકર પાપ બાંધી સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે. માટે અપ્રશસ્ત કષાયના જોર વગર થતે ધર્મ જીવને ધર્મ પામવામાં મદદ કર્યા વગર રહે ૯૭. વિવિધ પ્રશ્નોત્તર : પૂ. દાનસૂરિ મ. પ્રશ્નોત્તર નં. ૧૩૮ ૦િ ‘જેને મોક્ષની શ્રદ્ધા જ નથી તેવા અભવ્ય પ્રાણીઓ પરમેશ્વરી દીક્ષા શા હેતુથી ગ્રહણ કરતા હશે ?” ઉ૦ અંતરગત શ્રદ્ધા નહિ હોવા છતાં દ્રવ્યાદિક અનેક દેખીતા અદુષ્ટ કિંવા દુષ્ટ હેતુઓથી પણ શુભાનુષ્ઠાનને સેવનારા જગતના ચાકમાં દૃષ્ટિગોચર થાય છે. એ જ સનાતન નિયમ પ્રમાણે અભવ્ય આત્માએ પણ શ્રદ્ધા નહિ હોવા છતાં તપશ્ચર્યા કરવાથી જગતમાં સ્વશ્લાઘા, માનપૂજા વગેરે થાય છે તેને અર્થે તથા કેટલાક તો મોક્ષની નહિ પરંતુ પરલેકાદિની શ્રદ્ધાવાળા દેવાદિકના સુખની પ્રાપ્તિને અર્થે પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આ સંબંધમાં શ્રી બૃહત્કઃ૫ભાષ્યની પીઠિકામાં લખેલ છે કે – 'दळूण जिणवराणं पूयं अन्नेण वावि कज्जेण । सुयलंभो उ अभब्वे, ए विज्ज थंभेण उवनीए ।। સારાંશ - ‘ગ્રન્થિ દેશે પ્રાપ્ત થયેલ અભવ્યજીવ શ્રી જિનેશ્વર પરમાત્માની દેવેન્દ્ર તથા નરેન્દ્રાદિક વડે થતી પૂજા દેખીને “અહા, તપશ્ચર્યાથી જગતમાં કેવી પૂજા થાય છે,” એવો વિચાર ઉત્પન્ન થવાથી પૂજાને અથે, અથવા કેટલાક પુણ્ય તેમજ પાપ કર્મો અને તેનાં ફળો પર લેકમાં પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ શ્રદ્ધાવાળા તપશ્ચર્યાથી દેવલોકાદિકના સુખની પ્રાપ્તિને અથે પણ જિનદીક્ષા અંગીકાર કરે છે. આ દીક્ષાના પ્રતાપથી તે સામાયક ચતુર્વિશતિસ્તવાદિ દ્રવ્યશ્રુતની. પ્રાપ્તિ કરે છે. તેમજ દ્રવ્ય પણ શુષ્ક ચારિત્ર કિયાના પ્રભાવે તે યકપણાના સુખને પણ પામે છે.” નહિ. (૪૮)

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91