________________
तस्साऽऽसण्णत्तणओ
तम्मि दढं पनवायजोगाओ । सिग्धं परिणामाओ
સન્મ રપાન 3૨ / ૨૮ // 'तस्य' - श्रावकधर्मस्य आसन्नत्वाद् गुणस्थानकक्रमेण भावप्रतिपतिं प्रति प्रत्यासन्नाः, यथोक्तम् “सम्मत्तम्मि उ लद्धे पलियपुहत्तेण"(विशेषा० १२२२) इत्यादि, अत एव कारणात् तस्मिन् = श्रावकधर्मे दृढं = अत्यर्थं पक्षपातयोगात् आसन्ने हि भावतस्तत्स्वभावसम्भवेन पक्षपातभावात् अत एव कारणात् 'शिघ्रं' = तूर्णं परिणामात् = क्रियया परिणमनात् तत्पक्षपाते तद्मावापत्तिरिति कृत्वा तथा 'सम्यग्' = यथासूत्रं 'परिपालनातश्च' परिणतिगुणेनेति । सुप्रसिद्धत्वं चाऽऽदौ साधुधर्मोपदेशस्याणुव्रतादिप्रदानकालવિષયમ્, અન્યથોવિપર્યયે ઢોષ: પ્તિ થાર્થ: /ર૮
પૂજ્યશ્રીએ આગળ-પાછળ બરાબર સંદર્ભ તપાસીને કહ્યું કે તારી વાત બરાબર છે. પણ આ મારે પહેલીવાર જ વાંચવામાં આવ્યું. એ પછી બીજી પણ ઘણી શાસ્ત્રોની વાતો થઈ.
ટૂંકમાં કહેવાનું એટલું જ કે શાસ્ત્રોમાં એકતરફી પાઠો વાંચીને કે સાંભળીને જે અભિપ્રાય બંધાયો હોય તે શાસ્ત્રોના બીજી તરફના પાઠો વાંચવા-જાણવા મળ્યા પછી સુજ્ઞ પુરુષો પહેલા બાંધેલા અભિપ્રાયોને પકડી રાખતાં નથી પણ તેમાં પરિષ્કાર કરી લે છે.
આ રીતે પરસ્પર વિરુદ્ધ ભાસતા ભિન્ન ભિન્ન નયોને અવલંબીને શાસ્ત્રોમાં પ્રરૂપાયેલા અનેક વિધાનોની પરસ્પર સાપેક્ષતાનો બોધ થવાથી શાસ્ત્રવ્યુત્પત્તિ વધે છે, અને સારાસારનો વિવેક જાગૃત થાય છે. એના બદલે અન્ય નયની પ્રરૂપણાઓનો સર્વથા તિરસ્કાર કરીને ખોટો ઊહાપોહ કે વિવાદ ઊભો કરવાથી આત્મહિત ગુમાવવાનું થાય છે, યોગાભ્યાસ બાજુ પર રહી જાય છે, ને બીજાઓને પણ સુગ્રહિત અને અભિનિવેશિત કરવાનું થાય છે, તથા માનવજીવન હારી જવાય છે. આ વિચારણાને સદા લક્ષમાં રાખનારા પૂજયપાદ
(૭૧).
ગુરુદેવશ્રીએ યોગદ્રષ્ટિસમુચ્ચય' જેવા અર્થગંભીર ગ્રન્થરત્ન ઉપર સર્વ નયને સાપેક્ષ રહીને કરેલા વ્યાખ્યાનો ચતુર જિજ્ઞાસુવર્ગને એક ઉત્તમ સ્વધ્યાયનું આલમ્બન પુરું પાડશે એમાં કોઈ શંકા નથી.
આ પૂર્વે પૂજ્યપાદશ્રીએ શ્રી ‘લલિતવિસ્તરા' ગ્રન્થના વિવેચન રૂપે ‘પરમતેજ' ભા. ૧-૨ તથા શ્રી “પંચસૂત્ર' ગ્રન્થના વિવેચનરૂપે ‘ઉચ્ચ પ્રકાશના પંથે' આ બે ગ્રન્થો શ્રી સંઘ સમક્ષ મુકીને શાસનની ઉત્તમ સેવા બજાવી છે. એ બે ગ્રન્થોના સુજ્ઞ વાચકોએ નિષ્પક્ષપણે એની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. વળી યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રન્થની પીઠિકારૂપે એકવાર પૂર્વે પણ પૂજ્યશ્રીના પ્રવચનો પ્રસિદ્ધ થયેલાં છે. આ ગ્રન્થોનાં વાચકોએ તેના સ્વધ્યાયથી જે નિર્જરા સિદ્ધ કરી છે, તેમાં પ્રગટ થતાં આ નવા ગ્રન્થથી અપૂર્વ વૃદ્ધિ થવાની પૂરી સંભાવના છે.
સ્વોપજ્ઞ ટીકા સહિત યોગદ્રષ્ટિસમુચ્ચય ગ્રન્થ ઘણો સંક્ષિપ્ત તથા ગૂઢ હોઈને પ્રબુદ્ધ સંસ્કૃતજ્ઞોને પણ તેના સ્વાધ્યાયથી વંચિત રહેવું ન પડે એ માટે પૂજ્યપાદશ્રીએ આ ગ્રંથની ગૂઢગ્રંથિઓને આ વ્યાખ્યાનોમાં ખોલી આપીને મહાન ઉપકાર કર્યો છે. ક્વચિત્ પ્રશ્નોત્તરની શૈલીથી તો ક્વચિત્ વિધાનાત્મક શૈલીથી પૂજ્યશ્રીએ ગ્રન્થના ગૂઢ તત્ત્વોને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યા છે. વળી ગ્રન્થના વિષયોને સમજવા માટે જ્યાં અને અન્ય વિષયોની માહિતીની જરૂર હતી ત્યાં પૂજયશ્રીએ પ્રાસંગિક રીતે રજૂ કરવામાં ક્યાંય સંકોચ રાખ્યો નથી એનાથી વાચકોને મોટો લાભ એ થશે કે ગ્રન્થાન્તર્ગત વિષયો ઉપરાંત પણ જૈન-જૈનેતર શાસ્ત્રોના અન્ય પણ અનેક સિદ્ધાન્તોનું સચોટ જ્ઞાન પ્રાપ્ત થશે, જે ગ્રન્થના વિષયોને સમજવા માટે પણ ઘણું જ ઉપયોગી બનશે. વાચકવર્ગને એક વિષયની જિજ્ઞાસા શમે કે તરત જ અન્ય વિષયોની જિજ્ઞાસા ઊભી થઈ રહે અને આગળ એનું સમાધાન પણ મળતું રહે એવી સુંદર વ્યાખ્યાનોની શૈલીથી ગ્રન્થના મર્મો પ્રગટ કરવામાં પૂજયપાદશ્રીએ ઉત્તમ કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે એ ‘પરમતેજ' વગેરે ગ્રન્થના વાચકોને તો અનુભવસિદ્ધ હશે જ, ઉપરાંત આ ગ્રન્થ વાંચીને પણ તેવો જ અનુભવ થશે એમાં કોઈ શંકા નથી. વાસ્તવમાં આ વ્યાખ્યાનગ્રન્થ અનેક બહુમૂલ્ય અનુભવો, ગૂઢ શાસ્ત્રચિંતન
(૭૨)