________________ 12 . કુટુમ્બ પરિવારના વિશાળ ગુણેને ખ્યાલ આવે. તેની કુળપરમ્પરાગત ઉદાર ભાવના સમજાવી. પરોપકાર કરવામાં ચન્ને ને તેના વંશજોએ શું શું નથી કર્યું? તે કહ્યું. ભાઈ! ગુણનિધાન તારો તાત સમુદ્ર કેટલો ઉદાર ને પરોપકારી છે તે છે. દરેક સાલ ગ્રીષ્મ તાપથી બળતી જળતી દુનિયાને શાન્ત કરવા તે જ વાદળ દ્વારા જલ વરસાવે છે. તેની ઉદારતાનું શું કહેવું? તેણે જ દેને જીવનરૂપ અમૃત પૂરું પાડયું. ઇન્દ્રને ઐરાવણ જેવો હાથી અને ઉચ્ચશ્રવત્ જે અશ્વ ભેટ કર્યો ને ઇન્દ્રની ઇચ્છા પૂરી. અરે ! લક્ષ્મી જેવી કન્યાને આપીને કન્યાદાનમાં કૌસ્તુભ મણિ ને પાંચજન્ય શંખ વગેરે બહુમૂલ્ય વસ્તુઓ તેણે વાસુદેવને આપી. ઉત્તમ ને નીતિને જાણકાર વાસુદેવ તારા પિતાની ઉદારતાથી લેભાઈને હજી પણ સાસરે ઘર કરી બેઠા છે. પારિજાત કલ્પવૃક્ષ વગેરે તારા પાંચ ભાઈઓ પણ કેટલા દાનેશ્વરી છે કે જેની પાસે ખૂદ ઇન્દ્ર વગેરે દેવે નમ્ર બની માગે છે. તારી બહેનનો પણ વિશ્વ પર કેટલે પ્રભાવ છે? તારી સહેદરા શ્રી, મૂર્ખને વિદ્વાન કરે છે, કુરૂપને કામદેવ જેવો રૂપાળા બનાવે છે, દીન-ગરીબ-બાયલાને શૂરવીર, વક્રને સરલ, કોધીને શાન્ત, કલાહીનને કળાવાન બનાવી શકે છે. તે ધારે તે કરી શકે છે. તારી સ્ત્રી રાત્રિ પણ કામ કરી કરી થાકી ગયેલા લોકોને પિતાની ગોદમાં સુવાડી નિતાન્ત શાતિ સમર્પે છે. જેના વિયોગે તું પણ પાકેલા પાંદડા જે ફિક્કો લાગે છે. તું તે પિતાની પેઠે ચરાચર જગતનાં જેને સુધાભરેલા– સ્નેહભીના કરથી સ્પર્શ કરી ખુશ કરે છે. સૂર્યના–તેજસ્વિના જૂર ને તીક્ષણ કરથી ખિન્ન જનતાને વસુધાને સુધાથી સીંચી શાન્ત કરે છે. ખરેખર તારું રાજા નામ સાર્થક છે. એ પ્રમાણે તારા કુટુંબમાં કાણુ પરોપકારપરાયણ નથી તારા જેવા ખ્યાતકીર્તિ પ્રશંસનીય પુત્રોથી જ સમુદ્ર “રત્નાકર” તરીકે ગવાય છે. ઉદારસર્વે સન્તાનથી જ બાપ દાદાને વશમહિમા વધે છે, માટે સમુદ્રના સુત ! બધું, મારી પ્રાર્થના પૂર્ણ કરજે. ઊંચા વંશમાં ઉત્પન્ન થયેલ તારે કોઈપણ રીતે તે