________________ મુનિ સચેત થયાં. તેમના લેચનકુમુદ વિકસ્વર બન્યા. સામે જ પૂર્ણ નિશાનાથનું દર્શન થયું. તેમના બન્ને હસ્ત આપોઆપ જોડાઈ ગયા. મસ્તક નમી પડયું ને તેઓ બેલી ઊઠ્યાભાગે ભેટશે રજનીપતિ તું આજ બધું અમારે, પ્રેમે સીચે અમૃત ભરીને પ્રાણિને નેત્ર કયારે; મારા લાગ્યા અતુલબહુલા પૂર્વલા પુણ્ય લેખે, સ્નેહીને તે સ્મરણ કરતાં ભાગ્યશાળી જ દેખે. 10 ચન્દ્રનું સ્વાગત– રજનીપતિનું તેમણે સ્વાગત કર્યું. મુનિધર્મોચિત વચનથી તેનું, તેના રહિણી અને બીજી દક્ષપુત્રી તારા વગેરે પત્ની તથા બુધપુત્રાદિ પરિવારનું કુશલ પૂછ્યું ને કહ્યું. દૂર દૂરથી પૂર્વ મહાવિદેહક્ષેત્રથી વિષમમાગે—ઊંચીનીચી પૃથ્વી પર થઈને તું અહિં આવે છે, માટે થાકી ગયા હશે આ ગિરિશિખર પર પલવાર વિશ્રામ લે. પઘસવરને સુરભિ સમીર તને આનન્દ આપશે. ખરેખર તું વિહરમાન જિન શ્રી સીમંધરસ્વામીને, શ્રીબાહુ જિનદેવને સાક્ષાત વન્દી-નમીને માર્ગે આવતા તીર્થોની યાત્રા-પ્રણામ કરીને ઉચ્ચ છો. તારા મુકુટમાં પણ જિનબિમ્બની આકૃતિનું ચિહ્ન છે, એથી તું વિશ્વવ છે. હું પણ તને તે જ કારણે નમું છું. હું આશા રાખું છું કે તું ઊંચે ગગનવિહારી આષાઢી મેઘની માફક ઉદાર બની ખિન્ન થયેલી મારી ચિત્તવૃત્તિને પ્રસન્ન કરશે. સ્વસ્થ ચિત્તે મારી પ્રાર્થના સાંભળશે. આ પ્રમાણે કહી તેમણે ચન્દ્રને ચડા, પિતાના તરફ ખેંચે, પ્રસન્ન કર્યો. ચન્દ્રવર્ણનપ્રાર્થના સંભળાવતા પૂર્વે તેમણે વળી ચન્દ્રમાને તેના