________________ વેદન થતું હતું. આજ તેમનું મન આચાર્યશ્રી સમક્ષ પિતાના તે અપરાધને એકરાર કરવા તલસતું હતું. પણ આચાર્યશ્રી સેંકડે ગાઉ દૂર વિરાજતા હતા. પોતે ચાતુર્માસમાં જઈ શકે તેમ ન હતું. સ્થિતિ પરવશ હતા. એટલે શું કરવું ? એ કાંઈ સૂજતું ન હતું. કયાં જોધપુર ને કયાં સુરત ? ધીરે ધીરે રાત્રિ આગળ વધતી હતી ને વિચારની વિષમતા પણ વધતી જતી હતી. આજુબાજુ પથરાયેલ મોટી મોટી મહેલાત, પર્વતના શિખરો ને ગગનતુંગ જિનમન્દિરનું નિરીક્ષણ કરતા તેઓ વિચારની ગુંચ ઉકેલવા પ્રયત્ન કરતા હતા. વિશ્વાસુ સદેશવાહકની ઉત્કંઠાપૂર્વક તેઓ પ્રતીક્ષા કરતા હતા. ચન્દ્રદર્શન પર્વતના શિખર પાછળથી એકાએક સૌમ્યદર્શન, રજતસ્થાળ જેવો ઉજવળ, વિશાળ ને ગેળ, અમી વર્ષ ચન્દ્ર ઊંચે આવ્યું ને થંભી ગયે. તેને પણ લાગ્યું કે આજ આ મારા જ કુલના (ચાકુલના) મારા જેવા જ વદનથી દીપતા, વિદ્વત્તાના શીતલ પ્રકાશને પરિતઃ પ્રસારતા મુનિ વિચારખિન્ન કેમ જણાય છે? ચાલ હું જઈને તેમને પ્રસન્ન કરું. એમ વિચારી ઊંચે ચડી પર્વતના ઉચ્ચ શિખર પર પાદ ટેકવી તેણે મુનિના વદન પર શીતલ કર ફેરવ્યા. - મુનિના શરીર ઉપર સુધા સીંચી.”