________________ અવગાહન તેઓશ્રીના તે તે વિષયના રચેલા ગ્રન્થ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. મહારાજશ્રીએ 1988 માં પિતાના પૂજ્ય પિતાશ્રી સાથે 13-14 વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી. તેઓ તેમના પિતાશ્રીને એક જ પુત્ર હતા, છતાં તેમને તેમના પિતાશ્રીએ સંસારમાં ન જેડતાં, સ્નેહ-મેહને વશ ન થતાં પરમાત્માના એકાન્ત હિતકર પથ પર દોર્યા એ અપૂર્વ-વન્દનીય કાર્ય છે. પિતાશ્રીની આવી ઉદાર-વિશાળ ભાવનાએ તેમના જીવનવિકાસમાં પ્રધાન ભાગ આપે છે. પૂ. મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી મહારાજ જે તેમની પૂર્વાવસ્થાના પિતા અને અત્યારે ગુરુ છે, તેમને હૃદયપૂર્વક વન્દન-નમન કરીએ છીએ. મહારાજશ્રીએ શાસનસમ્રાસૂરિચકચકવતિ-તીર્થોદ્ધારકપૂર્ણ પ્રતાપાચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી અને શાસ્ત્રવિશારદ-કવિરત્ન-પીયૂષ પાણિ-પૂજ્યાચાર્યશ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીના સદૂભાવ અને કૃપાથી તેઓ પૂજ્યશ્રીની છત્રછાયામાં નાની વયમાં જે જ્ઞાન સમ્માદન કર્યું છે, જે વિકાસ સાથે છે તે ખરેખર અદૂભુત છે, અનમેદનીય છે. તે પૂજ્ય વિદ્વવના વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થને પ્રકાશમાં લાવવાનું સદ્ભાગ્ય અમને મળે છે તે અમારું અહેભાગ્ય છે. કાવ્યરસિકે, વિદ્વાને આવા એકાન્ત હિતકર કાવ્યને આસ્વાદ કરવા તત્પર બને ને ઉન્નતિ સાધે એ જ અભિલાષા. નિવેદક. શાહ ચમ્પકલાલ દેવચંદ 1. શ્રી જૈન સાહિત્યવર્ધક સભા શિરપુર (પશ્ચિમ ખાનદેશ)