________________ અ નમ: II પ્રકાશકીય નિવેદન. પૂજ્યપાદાચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબ સપરિવાર સંવત્ 1997 માં શિરપુર પધાર્યા ત્યારે અહિં તેઓ પૂજ્યશ્રીની સુધાસાવિણ-પ્રભાવશાલિની–ભાવવાહિની મધુરી દેશનાથી ખૂબ જાગૃતિ આવી. જનતામાં નવચૈતન્ય પૂરાયું. તેઓ પૂજ્યશ્રીની છત્રછાયામાં અહિંની જનતાએ ઉજવેલા અનેક ધાર્મિક પ્રસંગે માંથી મુખ્યમુખ્ય આ પ્રમાણે છે૧ ધ્વજદંડમeત્સવ. શ્રી પદ્મપ્રભુસ્વામીના દહેરાસરને વિજદંડ અતિશય જીર્ણ થયેલ, તે માહ સુદિ 5 ને દિવસે ફરી સ્થાપન કરવામાં આવ્યું. તે પ્રસંગે અષ્ટાહિક મહોત્સવ, બૃહત્ (અષ્ટોત્તરી) સ્નાત્ર, દશે દિવસ સાધર્મિક વાત્સલ્ય વગેરે ઉલ્લાસપૂર્વક થયાં. વીસેક હજારની દેવદ્રવ્યની ઉપજ થઈ. યેવલાથી રથ મંગાવેલ. પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી ઉપજની રકમમાંથી નવીન વિશાળ રૂપાને રથ બનાવવાનું નકકી કર્યું. ઝપાટાબધુ કામ શરૂ થયું ને થોડા સમયમાં રથ તૈયાર થઈ ગયા. આજ પણ જ્યારે જ્યારે એ રથ વરઘોડામાં ફરે છે ત્યારે જનતાને તે પ્રસંગ નજર આગળ તરવરે છે. . 2 મહારાજશ્રી અન્તરીક્ષજી પાર્શ્વનાથની યાત્રાએ પધાર્યા ત્યારે શિરપુરથી ચાલીશ-પચ્ચાશ શ્રાવકોએ મહારાજશ્રી સાથે યાત્રા કરી. ત્યાં પૂજા-પ્રભાવના-જમણ વગેરે , કર્યા હતાં. 3 પૂ. મહારાજશ્રીને આગ્રહભરી વિનતિ કરી ચાતુર્માસ રાખી પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના પ્રથમ શતકનું વિધિપૂર્વક