________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૦ હૃદયસ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્યમન છે જે દષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતાં સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે “મેં મન વડે જાણ્યું”ા ૯ાા
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ચોથો અધિકાર, પાનું-૮૩) શ્રી પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે-જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થોને હસ્તામલકવત્ જાણે છે, તથા એમ પણ જાણે છે કે “આનો જાણવાવાળો હું છું” પરંતુ “હું જ્ઞાનસ્વરૂપ છું” –એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી. માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી. એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન નથી. ૧૦
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક સાતમો અધિકાર પાનુ. ૨૪૭) વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું, કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તેથી એક કાળમાં એક શેયને જ જાણે છે, તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્તે ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. -એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. એવું વર્ણન સમયસારની ટીકા-આત્મખ્યાતિમાં છે. તથા આત્મ અવલોકનાદિમાં છે, એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇન્દ્રિયોનો ધર્મતો એ છે કે સ્પર્શ, રસ, ગંધ,
* ઈન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com