________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૩૪ ખંડિત થતું નથી, જે અનાકુળ છે, જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે–જાણવામાં આવે છે, જે સ્વભાવથી થયું છે-કોઈ એ રચ્યું નથી અને હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે જે એકરૂપ પ્રતિભા સમાન છે | ૭૩ાા
(શ્રી સમયસારજી કળશ-૧૪ શ્લોકાર્થ) આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. || ૭૪
(શ્રી સમયસારજી કળશ-૧૪ નો ભાવાર્થ) જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મનો કર્મ પુદ્ગલના છે. એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબદ્ધ થશે. || ૭૫ ના
(શ્રી સમયસારજી ગાથા-૧૯ ટીકામાંથી) હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે?
તેનું સમાધાન - તે એમ નથી; જો કે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ અથવા બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com