________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૪૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ભાવાર્થ:- તેથી પૂર્વોક્ત કથન નિર્દોષ સિદ્ધ થાય છે કે સ્વાનુભૂતિના સમયમાં અતીન્દ્રિય આત્માને પ્રત્યક્ષ કરવા માટે માત્ર મન જ ઉપયોગી છે તથા સ્વાનુભૂતિ તત્પરતારૂપ વિશેષ અવસ્થામાં તે મન જ જ્ઞાતા અને શૈયના વિકલ્પોથી રહિત થઈને પોતે જ જ્ઞાનમય થઈ જાય છે તેથી એ જ્ઞાન દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવને અતીન્દ્રિય આત્માનો અતીન્દ્રિય પ્રત્યક્ષ થયો યુક્તિ સંગત છે. ।। ૮૬।।
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધગાથા-૭૧૫-૭૧૬ અર્થ અને ભાવાર્થ ) અન્વયાર્થ:- નિશ્ચયથી સૂત્રથી જે મતિજ્ઞાન ને ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે તથા મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે, એવું જે કહ્યું તે કથન અસિદ્ધ નથી.
અન્વયાર્થ:- સારાંશ આ છે કે નિશ્ચયથી ભાવમન, જ્ઞાનવિશિષ્ટ થતું થકું પોતે જ અમૂર્ત છે તેથી એ ભાવમન દ્વારા થવાવાળું અહીં આત્મદર્શન અતીન્દ્રિય પ્રત્યક્ષ કેમ ન હોય?
ભાવાર્થ:- જો કદાચિત્ આમ કહેવામાં આવે કે મતિશ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ થાય છે તો સૂત્રમાં જે મતિજ્ઞાનને ઇન્દ્રિય અને અતીન્દ્રિયથી ઉત્પન્ન થવાથી તથા શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનપૂર્વક ઉત્પન્ન થવાથી પરોક્ષ કહ્યાં છે તે કથન અસિદ્ધ થઈ જશે તો એમ કહેવું પણ ઠીક નથી, કારણ કે મતિશ્રુતાત્મક એ ભાવમનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ કહેવાનો આ જ અર્થ છે કે સ્વાનુભૂતિના સમયમાં તે મતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમન વિશેષદશા સંપન્ન થઈ જાય છે તેથી એ વડે થવાવાળું અમૂર્ત આત્મદર્શન અતીન્દ્રિય પ્રત્યક્ષ કેમ ન હોય ? અર્થાત્ અવશ્ય હોય.
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com