Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 294
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી પૂ. શ્રી નિહાલચંદભાઈ સોગાનીજીના વચનામૃત * સાંભળી સાંભળીને મળી જશે, તે દષ્ટિ જુઠ છે. (કાર્યસિદ્ધિ) પોતાના (અંતરપુરુષાર્થ)થી જ થશે. સાંભળવું, સંભળાવવું, વાંચવું, તે બધું (બહિરમુખભાવ કાર્યસિદ્ધિ માટે) બેકાર છે. તે હોય તો ભલે હોય, પરંતુ તેનો ખેદ થવો જોઈએ, નિષેધ આવવો જોઈએ. પ૩૧T (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૫) * બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી, અને અંતર્મુખ હોવાથી અંદરથી જ કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. પોતાની તરફ જ દેખવાની વાત છે. પ૩ર / (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૧). * તીર્થકરની દિવ્ય ધ્વનિથી પણ લાભ થતો નથી, તો પછી બીજા કોનાથી લાભ થાય? તે (દિવ્યધ્વનિ) પણ પોતાને છોડીને એક (ભિન્ન) વિષય જ છે. પ૩૩ાા (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૮) * જ્ઞાનની પર્યાય આવે છે અંદરથી અને (અજ્ઞાનીને ) બહારનું લક્ષ હોવાથી દેખાય છે (ક) બહારથી આવે છે, તેથી અજ્ઞાનીને પરથી જ્ઞાન થાય છે એવો ભ્રમ થઈ જાય છે. આ પ૩૪ / (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૫૮) * (દ્રવ્યલિંગીની ભૂલ ) દ્રવ્યલિંગી થઈને અગિયાર અંગ સુધી ભણે છે, પરંતુ ત્રિકાળી ચૈતન્યદળમાં અહંપણ કરતા નથી, તે જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. પ૩૫ ના (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૬૦) * ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310