Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 305
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ' ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૭૪ પૂ. ગુરુદેવશ્રીના વચનામૃત જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાળગોપાળ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, ‘જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં, રાગાદિ ૫૨ જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. અને જ્ઞાની તો- આ જાણનાર જણાય છે તે જ છું હું' એમ જાણનાર જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં ( -જ્ઞાનકળામાં ) અખંડનો સમ્યક્ પ્રતિભાસ થાય છે.।। ૫૭૧ । । (પૂ. ગુરુદેવશ્રી, આત્મધર્મ વર્ષ ૩૩, અંક-૮) * અનાદિ મિથ્યાદર્શન ને મિથ્યાજ્ઞાનનો કારણે ઇન્દ્રિયોથી જ જાણું છું એમ અજ્ઞાની માને છે તેથી ઇન્દ્રિયની પ્રીતિ છૂટતી નથી. મારો સ્વભાવ અનાદિ અનંત જ્ઞાનસ્વભાવ છે તેની દૃષ્ટિ નહિ હોવાને લીધે હું ઇન્દ્રિયો વડે જાણું છું. મારું જ્ઞાન મારાથી થાય છે એમ નહિ જાણતા ઇન્દ્રિયો વડે જણાય છે એમ માની ઇન્દ્રિયોની પ્રીતિ કરી સ્વભાવની પ્રીતિ કરતો નથી. ઇન્દ્રિયો, મન મારા અંગિત છે, એ જ હું છું એમ માની અજ્ઞાની જીવ ઇન્દ્રિયોની રુચિ છોડતો નથી ને અતીન્દ્રિય સ્વભાવની રુચિ કરતો નથી.।। ૫૭૨ ।। (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્દગુરુપ્રવચન પ્રસાદ એક ૩૨, પુષ્ટ ૨૨૮) જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક પર્યાય નૃત્ય પાસે જતો નથી. નૃત્યની સામે જોતો નથી. નૃત્ય સામે જોવું એટલે શું? પર તો પરમાં પરિણમે છે, પોતાના જ્ઞાનમાં પ્રવર્તી રહેલી પર્યાય પોતાને જાણે છે એમ નહિ માનતા હું પરને જાઉં છું–એવી માન્યતા મિથ્યા * ‘હું ૫૨ને જાણું છું ’ તે માન્યતા મિથ્યા છે * Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310