________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૭૬ અજીવમૂર્તિ છે. તેનો પર્યાય મૂર્તિ છે. આત્માનું જ્ઞાન મૂર્તિને સુંઘતું નથી, મૂર્ત તરફ થઈને જાણતું નથી, પણ અમૂર્ત તરફ રહીને પોતાને જાણે છે. પણ પોતાના જ્ઞાનસ્વભાવના સામર્થ્યને નહિ જાણતો પરને જાણું છું. એવી માન્યતાને લીધે પરની રુચિ છોડતો નથી.// પ૭પ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭૨)
* અજ્ઞાનીને પોતાના અસ્તિત્વની ખબર નથી. પરના અસ્તિત્વની ખબર નથી ને સ્વ-પર ભિન્નતાની ખબર નથી તેને ભેદજ્ઞાન વિના ધર્મ થતો નથી મેં દૂધપાક, શીખંડ, રસગુલ્લા, ગુલાબજાંબુ જાણ્યા એમ કહે છે તો તું પરમાં પ્રવર્તે છે? તારામાં તે પ્રવર્તે છે? તે સ્વાદને જાણ્યો નથી તારો જ્ઞાનસ્વભાવ તને તથા પરને જાણવાનો તારામાં છે. પરને જાણવું તે ઉપચારકથન છે જ્ઞાન જ્ઞાનનું છે. જ્ઞાનમાં પોતાને જાણવાનો સ્વભાવ છે. તથા સ્વાદને જાણ્યો એમ કહેવું તે ઉપચાર છે છતાં અજ્ઞાની ઉપચારને યથાર્થ કરી નાખે છે. તે ચીજ જાણતી વખતે તને તારો પર્યાય જણાય છે એમ નહિ માનતા પરને જાણું છું એમ માની અવાસ્તવિકતા ઊભી કરી છે. // પ૭૬ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદગુરુપ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭૩)
* પરને જાણ્યું એમ માની તેમાં રાગ કરે છે. મને આ ચીજ મીઠી લાગે છે એમ રાગ કરે છે. જડની હાલત અહીં આવે છે? ના, જડની હાલતને લીધે રાગ થાય છે? ના, જડની હાલતને લીધે જ્ઞાન થાય છે? ના, પોતાનું જ્ઞાન નહિ જાણતા પરને જાણું છું એમ માનવું અધર્મ છે. || પ૭૭ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭૪ )
આત્માએ મીઠા પદાર્થને જાણ્યાં નથી. અને જાણતા પરને ઉપચારથી જાણે છે. અારોપ વિના આરોપ ક્યાંથી આવે?
* હું આંખ વડે રૂપને જોતો નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com