________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
वण्णो णाणं ण हवदि जम्हा वण्णो याद किंचि । तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ।। ३९३ ।। રે ! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો-જિન કહે. ।। ૩૯૩।।
વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૪૩।।
(શ્રી સમયસાર ગાથા-૩૯૩) गंधो णाणां ण हवदि जम्हा गंधो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ।। ३९४ ।।
રે ! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણ છે જ્ઞાન જુદું, ગંધ જુદી-જિન કહે. ।। ૩૯૪।।
ગંધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાંઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૪૪।।
(સમયસાર ગાથા ૩૯૪)
ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ।। ३९५ ।।
રે! ૨સ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, ૨સ જુદો-જિનવર કહે. ।। ૩૯૫ ।।
* ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com