Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 290
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૨૫૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી * અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વજ્ઞેયને છોડીને અનંત ૫૨જ્ઞેયોમાં જ અર્થાત્ આત્માના અતીન્દ્રિય જ્ઞાનને છોડીને ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. નિજ ચૈતન્યઘનસ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ-૫૨શેયોમાં લુબ્ધ છે. તેની દૃષ્ટિ અને રુચિ રાગાદિ પર છે. તે ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી અને રાગાદિથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ પોતાપણ આસ્વાદે છે; એ મિથ્યાત્વ છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પરદ્રવ્ય છે. એની શ્રદ્ધાનો વિક્લ્પ રાગ છે એ રાગ મિથ્યાત્વ નથી, પરંતુ એ રાગથી અનેકાકાર-પરશેયાકાર થયેલું જે જ્ઞાન તેને પોતાપણું માનવું એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી, પણ એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અજ્ઞાની દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના જ્ઞાનને જ ‘Âયમાત્ર ’ આસ્વાદે છે. જેને શેયાકાર જ્ઞાનની દષ્ટિ અને રુચિ છે. એને જ્ઞેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ હોતો નથી. તેને અંતર્મુખષ્ટિના અભાવે રાગનો-આકુળતાનો જ સ્વાદ આવે છે.।। ૫૨૨।। (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-છેલ્લો, પાનું-૨૬૭+૨૬૮ ) * જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સભ્યજ્ઞાન નથી. જિનવાણી તો બાજુ ૫૨ રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન (વિકલ્પ ) અંદર થાય છે એ સમ્યજ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દૃષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, એ સમ્યજ્ઞાન છે, જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાનછે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસંવેદન, જ્ઞાનનું (ત્રીકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે.।। ૫૨૩।। (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, પાનું-૨૬૮ ) * શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે * Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310