Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 284
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૨૫૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી સમ્યગ્દર્શનને ઉપયોગરૂપ સ્વાનુભૂતિને વિષય વ્યાપ્તિ છે. સમ્યગ્દર્શન હોવા છતાં જ્ઞાન સ્વમાં ઉપયોગરૂપ હોય અથવા ન હોય. માટે સમ્યગ્દર્શન ને સ્વજ્ઞાનના વ્યાપારને વિષય વ્યાપ્તિ છે. સ્વજ્ઞાન લબ્ધરૂપ હોય છે પણ સદાય ઉપયોગરૂપ હોતું નથી. ।। ૫૧૧।। (શ્રી ૫૨માગમસાર, બોલ-૭૧૪ ) * પ્રશ્ન:- નિર્વિકલ્પ દશા વખતે સ્વ-પરપ્રકાશક સ્વભાવને વાંધો આવે છે? ઉત્ત૨:- નિર્વિકલ્પતા વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે ને આનંદને પણ જાણે છે માટે ત્યાં પણ સ્વપ૨પ્રકાશકપણું છે. આનંદને જાણવો તે જ્ઞાનની અપેક્ષાએ ૫૨ છે. નિર્વિકલ્પદશામાં સ્વગ્નેય એક જ આવ્યું એમ નથી. જ્ઞાન સાથે આનંદનો ખ્યાલ આવે છે. પોતે જ્ઞાનને જાણે છે તે સ્વ ને આનંદને પર તરીકે જાણે છે. આમ સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ ત્યાં પણ રહે છે.।। ૫૧૨॥ (શ્રી પરમાગમસાર, બોલ-૭૧૫ ) * પ્રશ્ન:- સ્વપર-પ્રકાશક સ્વભાવમાં બેપણું આવ્યું છે કે એકપણું ? ઉત્ત૨:- શક્તિ એક છે, એક પર્યાયમાં અખંડપણું છે, બેપણું નથી. સ્વપર-પ્રકાશનું સામર્થ્યપણું એક છે. ભેદ પાડીને બેપણું કહેવાય છે.।। ૫૧૩।। (શ્રી ૫૨માગમસાર, બોલ–૮૭૦) * નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું આ ભિન્ન આત્માનું એકપણું જ સુલભ નથી. જુઓ, રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું * હું શાયક અને છ દ્રવ્ય જ્ઞેય તે ભ્રાંતિ છે * Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310