________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૬૪ ભાવાર્થ ઉપરનું પ્રવચન
અહાહા...! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે-પોતાના દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતા પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ શેય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય જ્ઞય, હું જ્ઞાન અને હું જ્ઞાતા, એમ અનુભવાતું નથી; કેમ કે પરમાર્થે પર સાથે જ્ઞય-જ્ઞાયક સંબંધ છે જ નહીં. આવી વાત!
કહે છે-“જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ
જુઓ, આ શું કીધું? કે શેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન-સ્વરૂપ છે, શેયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞય છે. પરય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. શેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું જ્ઞય છે, ઓલું (પરજ્ઞય) નહીં, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહીં) અહાહા...! છ દ્રવ્યોને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; ય-જ્ઞાન શયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપ ભાવ જ્ઞાનસ્વરૂપ છે. પંડિત જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે. -
“વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જ્ઞયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી; શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકારરૂપ દેખાય છે. પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.
* એક ભાવકભાવ, એક શેયનોભાવ - તેનાથી જુદો હું જ્ઞાયકભાવ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com