________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી જાણવામાં કોઈ બીજાની અપેક્ષા રાખતું નથી. ૧૨૩ાા (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા-૨૪)
ઇન્દ્રિયોના વ્યાપારને રોકીને ક્ષણભર અંતર્મુખ થઈને દેખનાર યોગીને જે રૂપ દેખાય છે તેને આત્માનું શુદ્ધ સંવેદનાત્મક (જ્ઞાનાત્મક ) રૂપ જાણવું જોઈએ.| ૧૨૪] (શ્રી યોગસાર પ્રાભૃત, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા
૩૩. વ્યાખ્યા પણ જોવી.) પોતાના આત્માના વિચારમાં નિપુણ રાગરહિત જીવો દ્વારા નિર્દોષ શ્રુતજ્ઞાનથી પણ આત્મા કેવળજ્ઞાન સમાન જાણવામાં આવે છે. આ ૧૨૫TI (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા-૩૪)
ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકીને આત્મ ધ્યાનનો અભ્યાસ કરનાર નિર્વિકલ્પ ચિત્તવાળા ધ્યાતાને આત્માનું તે રૂપ વાસ્તવિકપણે સ્પષ્ટ પ્રતિભાસે છે–સાક્ષાત્ અનુભવમાં આવે છેTT ૧ર૬ાા (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર, ગાથા-૪૫,
વ્યાખ્યા પણ જોવી) શ્રી દેવસેનાચાર્ય તો આરાધનાસારમાં આ વિષયની વિશેષ સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે “મનમંદિર ઉજ્જડ થતાં તેમાં કોઈપણ સંકલ્પવિકલ્પનો વાસ ન રહેતાં-અને સમસ્ત ઇન્દ્રિયોનો વ્યાપાર નષ્ટ થઈ જતાં આત્માનો સ્વભાવ અવશ્ય પ્રગટ થાય છે અને તે સ્વભાવ
* હું આંખથી રૂપને દેખું છું – એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com