________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
વૈષયિક જ્ઞાન બધું પૌદ્ગલિક છે.
શબ્દાર્થ- જીવને જેટલું વૈષયિક (ઇન્દ્રિયજન્ય) જ્ઞાન છે તે બધું પૌગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત છે –ઇન્દ્રિયોની સહાય વિનાનું છે-તે બધું આત્મીય છે.
વ્યાખ્યા:- અહીં આ જીવના ઈન્દ્રિય-વિષયો સાથે સંબંધ રાખનારા બધા જ્ઞાનને “પૌદ્ગલિક' બતાવ્યું છે અને જે જ્ઞાન ઇન્દ્રિય વિષયોની સહાય રહિત અતીન્દ્રિય છે તે આત્મીય છે, આત્માનું નિજરૂપ છે. તેથી ઇન્દ્રિયજન્ય પરાધીન જ્ઞાન વાસ્તવમાં પોતાનું નથી અને તેથી તે ત્યાજ્ય છે ાા ૧૩૧TI (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, ચૂલિકાધિકાર, ગાથા-૭૬ )
પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (મતિજ્ઞાનના સ્વરૂપને ) આત્મ સંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતાં અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાલ નિજરસથી જ પ્રગટ થતાં, આદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. IT ૧૩ર
(શ્રી સમયસારજી, ગાથા-૧૪૪ ની ટીકામાંથી) * હું નાકથી સુંઘું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com