________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૪૨
સામાર્થ્યથી આત્મપ્રત્યક્ષ થાય છે, તેથી સ્વાનુભૂતિના સમયમાં મતિશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યાં છે.
અન્વયાર્થ:- તેનો ખુલાસો આ પ્રમાણે છે કે-આ શુદ્ધ સ્વાનુભૂતિના સમયમાં સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પ્રમાણે પાંચે ઇન્દ્રિયો ઉપયોગી માની નથી પરંતુ ત્યાં કેવળ મન જ ઉપયોગી માનવામાં આવ્યું છે તથા અહીં નિશ્ચયથી પોતાના અર્થની અપેક્ષાથી નોઇન્દ્રિય છે બીજું નામ જેનું એવું તે મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું છે.
ભાવાર્થ:- પૂર્વોક્ત કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે જે સમયે સમ્યગ્દષ્ટિ, સ્વાનુભૂતિ કરે છે તે સમયે તેને પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ થતો નથી પરંતુ કેવળ એક મનનો જ ઉપયોગ થાય છે, તથા એ મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું માનવામાં આવ્યું છે. સારાંશ આ છે કે સ્વાનુભૂતિના સમયમાં ઇન્દ્રિયજન્યજ્ઞાન હોતું નથી. ।। ૮૫।।
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૧૦, ૭૧૧, ૭૧૨)
અન્વયાર્થ:- સ્પર્શ, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચો ઇન્દ્રિયો એક મૂર્તિક પદાર્થોને જાણવાવાળી છે તથા મન, મૂર્તિક તથા અમૂર્તિક બન્ને પદાર્થોને જાણવાવાળું છે.
અન્વયાર્થ:- તેથી અહીં આ કથન નિર્દોષ છે કેસ્વાત્મગ્રહણમાં નિશ્ચયથી મન જ ઉપયોગી છે પરંતુ આટલું વિશેષ છે કે-વિશિષ્ટદશામાં તે મન પોતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે.
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com