________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૫૪ ધર્માદિના વિકલ્પ વખતે જ, પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિ દ્રવ્યરૂપ માને છે.
આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. આ ૧૦૩ાા
(શ્રી સમયસારજી ગાથા-૯૫ નો ભાવાર્થ) તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે યજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, “હું પરદ્રવ્યરૂપ છું” એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઈન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવલ બોધ (–જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક
ક્લેવર (-શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનવન (પોતે) મૂર્શિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે૧૦૪
(શ્રી સમયસારજી ગાથા-૯૬ ની ટીકામાંથી) આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પરશેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે. ૧૦૫
(શ્રી સમયસારજી ગાથા-૯૬ નો ભાવાર્થ)
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com