________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૬ ગાથા-૪૨ ની ટીકામાં તો આવા જ્ઞાનને “જ્ઞાનમેવ નાસ્તિ-જ્ઞાન જ નથી” એમ શ્રી જયસેનાચાર્ય કહ્યું છે. ). | પર /
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૬ થી ૨૮૯ ભાવાર્થ) એટલા માટે પ્રકૃત અર્થ એ છે કે ઇન્દ્રિયજન્યજ્ઞાન દિગ્માત્ર છે અર્થાત્ નામમાત્ર જ જ્ઞાન છે. કારણ કે–તેના વિષયભૂત સર્વ પદાર્થોનું અલ્પમાત્ર જ જ્ઞાન થાય છે. | પટ્ટા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૩૦૩ નો અર્થ) એ સર્વ વિષયોમાંથી પોતપોતાના વિષયભૂત એક એક અર્થને જ ખંડરૂપ વિષય કરવાના કારણથી તે ઇન્દ્રિયજ્ઞાન ખંડરૂપ છે તથા ક્રમ ક્રમપૂર્વક કેવલ વ્યસ્તરૂપ (પ્રગટરૂપ) પદાર્થોમાં નિયત વિષયને જ જાણે છે. તેથી તે ઇન્દ્રિયજ્ઞાન પ્રત્યેકરૂપ પણ છે. / ૫૪||
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૩૮૪ નો અર્થ) ઇન્દ્રિયજન્યજ્ઞાન, વ્યાકુળતાદિ અનેક દોષોના સમાવેશનું સ્થાન છે એ તો દૂર રહો, અર્થાત્ તે જ્ઞાન ઉપર કહેલા વ્યાકુળતાદિ દોષોનું સ્થાન છે એ વાત તો નિશ્ચિત જ છે. પરંતુ તેની સાથે ત્યાં સુધી તે જ્ઞાન, પ્રદેશ ચલનાત્મક પણ હોય છે, કે
જ્યાં સુધી નિષ્ક્રિય આત્માની કોઈપણ ઔદયિકી ક્રિયા થાય છે, તથા તે પ્રદેશોનું પરિસ્પંદન પણ કર્મોદયરૂપ ઉપાધિ વિના થતું નથી. || પપIT
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા. ૩૦૫-૩૦૬ નો અર્થ) ઇન્દ્રિયજ્ઞાન, કેવળ વ્યાકુળતાદિ ઉપર કહેલા દોષોનું સ્થાન તો છે જ પરંતુ સાથે સાથે જ્યાં સુધી અકંપસ્વરૂપ આત્માને યોગની
* ઇન્દ્રિયજ્ઞાન શેય બદલ્યા કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com