________________
શ્લોક-૨ અર્થ – આ લોકને વિષે કેટલાક મનુષ્યો તત્ત્વને જાણે છે પણ તે પ્રમાણે કરવાને સમર્થ નથી, જે મનુષ્યો કરવાને સમર્થ છે તેઓ તત્ત્વને જાણતા નથી, પરંતુ જેઓ તત્ત્વને જાણે છે અને એ પ્રમાણે કરવાને સમર્થ પણ છે તેવા જીવો તો કોઈક વિરલા જ હોય છે. ભાવાર્થ – કેટલાક મનુષ્યોએ દ્રવ્યથી શુકપાઠરૂપે અગર શ્રદ્ધાનરૂપે કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવેલું હોય છે. જેમ કે નવ તત્ત્વમાં આવે અને અજીવ એ બે તત્ત્વ જાણવા યોગ્ય છે; બંધ, આસવ અને પાપ એ ત્રણ તત્ત્વ તેનાં કારણોમાં ન પ્રવર્તવા દ્વારા છાંડવા યોગ્ય છે; સંવર, નિર્જરા તથા મોક્ષ એ ત્રણ તત્ત્વ તેનાં કારણોમાં પ્રવર્તવા દ્વારા આદર કરવા યોગ્ય છે; શેષ રહેલું પુણ્ય તત્ત્વ વ્યવહારનયે આદરવા યોગ્ય છે તથા નિશ્ચયનયે છાંડવા યોગ્ય છે. આ પ્રકારનું જ્ઞાન હોય છે, છતાં આદરવા યોગ્ય તત્ત્વોનો આદર કરી શકતા નથી અને છાંડવા યોગ્ય પદાર્થોને તજી શકતા નથી. કેટલાક છાંડવા યોગ્યને છાંડવા તેમજ આદરવા યોગ્ય પદાર્થોને આદરવાની યોગ્યતા તથા સામર્થ્યવાળા હોય છે, પણ તેઓ તત્ત્વને જાણતા નથી. પરંતુ જેઓ યથાસ્થિત પદાર્થોનાં રહસ્યને જાણે છે તથા તે જ પ્રમાણે વર્તવાને સમર્થ થાય છે તેવા માણસો તો દુનિયામાં થોડા જ હોય છે.
આ શ્લોકમાં ધર્મમાં વર્તતા પ્રાણીઓના ત્રણ વર્ગ બતાવ્યા છે. તેમાં જ્ઞાન અને ક્રિયા બને જેને હોય છે તે અનુભવજ્ઞાની કહેવાય છે, તેવા માણસો લોકમાં બહુ થોડા હોય છે; એ એક વર્ગ બતાવ્યો. આ વર્ગ તો સૌથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હવે જેને જ્ઞાનું છે. પણ ચારિત્રમોહનયના ઉદયના પ્રબળપણાથી તે જ્ઞાન પ્રમાણે વર્તવા સમર્થ થઈ શકતા નથી, આ બીજો વર્ગ. પણ જો જેઓ