Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૪ અર્થ પરમ તત્ત્વમાર્ગને મોક્ષમાર્ગને પ્રકાશિત કરનાર એક શ્લોક પણ શ્રેષ્ઠ છે, પરંતુ લોકને રંજન કરવા માટે કરોડો ગ્રંથોનું ભણવું તે સારું નથી. જેમ કે સંજીવની નામની એક જ ઔષધિ શ્રેષ્ઠ છે, પરંતુ ફોગટ જ માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર વૃક્ષોનાં મૂળિયાંનો સમૂહ શ્રેષ્ઠ નથી. ૬ – હૃદયપ્રદીપ - ભાવાર્થ આ કાવ્યમાં કાવ્યકાર આ પ્રાણીને બહુ પ્રયાસ કરતો અળસાવી, અલ્પ પ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કૂંચી બતાવે છે. તેઓ કહે છે કે – અહો ભવ્ય પ્રાણીઓ! તમે અનેક ગ્રંથો ભણવા-વાંચવાનો પ્રયાસ જે લોકરંજન માટે કરો છો, સારાં સારાં વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને લોકોને - શ્રોતાઓને રીઝવી શકાય તેને માટે પ્રયાસ કરો છો, તે પ્રયાસ કરવો તજી ઘો અને માત્ર એક જ શ્લોક કે જે પરમ તત્ત્વ, જે મોક્ષ તેનો માર્ગ બતાવે તેવો હોય તે જ કંઠે કરો, તેનો અર્થ જ સમજો, તેનો ભાવાર્થ જ વિચારો, તેનું જ મનન કરો, તેમાં જ લીન થઈ જાઓ, તે માર્ગે જ પ્રવર્તો, તેને જ રહસ્યભૂત - કર્તવ્યરૂપ સમજો; બીજી કશી જરૂર નથી. આ હકીકત પરત્વે દૃષ્ટાંત આપે છે કે વનસ્પતિમાત્ર ઔષધિરૂપ છે, અન્ન પણ ઔષધિ જ છે, કેમ કે સુધારૂપ વ્યાધિનું નિવારણ કરે છે; પરંતુ સર્વ પ્રકારની વનસ્પતિમાં એક એવી વનસ્પતિ છે કે જેનું નામ સંજીવની ઔષધિ છે, તે ઔષધિ વ્યાધિમાત્રને નિવારી શકે છે અને જીવનની વૃદ્ધિ કરી શકે છે, આ પ્રમાણે વૈદકશાસ્ત્ર કહે છે. તો પછી બીજી વનસ્પતિઓ - ઔષધિઓ એકત્રિત કરવાનો પ્રયાસ ન કરતાં માત્ર તે સંજીવની ઔષિધ મેળવવાનો પ્રયાસ કરવો તે યોગ્ય છે. હવે તે ઔષિધ ક્યારે મેળવી શકાય કે જ્યારે તેને ઓળખી શકીએ તેવાં તેનાં લક્ષણો ચિહ્નો આકૃતિ જાણીએ. તે જ પ્રમાણે જો તમારે પરમ તત્ત્વોનો પંથ - -

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154