________________
૧૦૪
અર્થ
પરમ તત્ત્વમાર્ગને મોક્ષમાર્ગને પ્રકાશિત કરનાર એક શ્લોક પણ શ્રેષ્ઠ છે, પરંતુ લોકને રંજન કરવા માટે કરોડો ગ્રંથોનું ભણવું તે સારું નથી. જેમ કે સંજીવની નામની એક જ ઔષધિ શ્રેષ્ઠ છે, પરંતુ ફોગટ જ માત્ર પરિશ્રમને ઉત્પન્ન કરનાર વૃક્ષોનાં મૂળિયાંનો સમૂહ શ્રેષ્ઠ નથી.
૬
–
હૃદયપ્રદીપ
-
ભાવાર્થ આ કાવ્યમાં કાવ્યકાર આ પ્રાણીને બહુ પ્રયાસ કરતો અળસાવી, અલ્પ પ્રયાસે માત્ર એક જ વસ્તુ મેળવવાથી કાર્યસિદ્ધિ થઈ જાય તેવી અપૂર્વ કૂંચી બતાવે છે. તેઓ કહે છે કે – અહો ભવ્ય પ્રાણીઓ! તમે અનેક ગ્રંથો ભણવા-વાંચવાનો પ્રયાસ જે લોકરંજન માટે કરો છો, સારાં સારાં વ્યાખ્યાન વાંચીને, સારી સારી કથાઓ કહીને લોકોને - શ્રોતાઓને રીઝવી શકાય તેને માટે પ્રયાસ કરો છો, તે પ્રયાસ કરવો તજી ઘો અને માત્ર એક જ શ્લોક કે જે પરમ તત્ત્વ, જે મોક્ષ તેનો માર્ગ બતાવે તેવો હોય તે જ કંઠે કરો, તેનો અર્થ જ સમજો, તેનો ભાવાર્થ જ વિચારો, તેનું જ મનન કરો, તેમાં જ લીન થઈ જાઓ, તે માર્ગે જ પ્રવર્તો, તેને જ રહસ્યભૂત - કર્તવ્યરૂપ સમજો; બીજી કશી જરૂર નથી. આ હકીકત પરત્વે દૃષ્ટાંત આપે છે કે વનસ્પતિમાત્ર ઔષધિરૂપ છે, અન્ન પણ ઔષધિ જ છે, કેમ કે સુધારૂપ વ્યાધિનું નિવારણ કરે છે; પરંતુ સર્વ પ્રકારની વનસ્પતિમાં એક એવી વનસ્પતિ છે કે જેનું નામ સંજીવની ઔષધિ છે, તે ઔષધિ વ્યાધિમાત્રને નિવારી શકે છે અને જીવનની વૃદ્ધિ કરી શકે છે, આ પ્રમાણે વૈદકશાસ્ત્ર કહે છે. તો પછી બીજી વનસ્પતિઓ - ઔષધિઓ એકત્રિત કરવાનો પ્રયાસ ન કરતાં માત્ર તે સંજીવની ઔષિધ મેળવવાનો પ્રયાસ કરવો તે યોગ્ય છે. હવે તે ઔષિધ ક્યારે મેળવી શકાય કે જ્યારે તેને ઓળખી શકીએ તેવાં તેનાં લક્ષણો ચિહ્નો આકૃતિ જાણીએ. તે જ પ્રમાણે જો તમારે પરમ તત્ત્વોનો પંથ
-
-