Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 127
________________ ૧૧૬ હૃદયપ્રદીપ અર્થ – પ્રશમ વડે ઉત્પન્ન થયેલા સુખરસના લેશથી વિવિધ પ્રકારના વિષયભોગ સંબંધી તારી વિશેષ પ્રકારની અત્યંત વાંછાઓ જો અરુચિપણાને પામેલી છે (તો તે બહુ ઠીક થયું છે). હવે જો અંત:સમાધિને વિષે મન રહ્યું છતે આત્મતત્ત્વનું સુખ તારા વડે ભોગવાતું હોય તો તો તારે બીજું શું બાકી રહ્યું છે તે તું કહે. ભાવાર્થ – આ જગતમાં આત્મહિત ઈચ્છક મનુષ્યને પ્રાપ્ત કરવાની વસ્તુ બે જ છે - ઉપશમસુખ અને અંતઃકરણની સમાધિ. એ બેની અંદર કાર્ય-કારણભાવ પણ રહેલો છે, કારણ કે ઉપશમસુખથી અંતઃકરણની સમાધિ પ્રાપ્ત થાય છે. આ આખા કાવ્યમાં જે હિતશિક્ષા આપી છે, તે આ બે વસ્તુની પ્રાપ્તિ માટે જ આપવામાં આવી છે. હૃદયની અંદર રહેલ અજ્ઞાનાંધકારને દૂર કરી તેમાં જ્ઞાનપ્રદીપ પ્રગટ કરવાનો જ આ કાવ્યકારનો પ્રયત્ન છે અને તેથી જ આ કાવ્યનું નામ હૃદયપ્રદીપ' રાખેલું છે; અને તેની અંદર ૩૬ કાવ્ય હોવાથી તેને “પત્રિશિકા' શબ્દ જોડવામાં આવ્યો છે. જે પ્રાણીને ઉપશમસુખનો લેશ પણ પ્રાપ્ત થાય છે તેને પછી સાંસારિક વિષયજન્ય સુખ ઉપર અભાવ-અપ્રીતિ-અરુચિ ઉત્પન્ન થાય છે અને તેને વિશેષ વિશેષ મેળવવાની વાંચ્છા તો સર્વથા નાશ જ પામી જાય છે. આ પ્રમાણે થવાથી તેને અંતઃકરણની સમાધિની ક્રમે ક્રમે પ્રાપ્તિ થતી જાય છે. આ જગતમાં મનુષ્યપણું પામીને ખરું શીખવાનું એ જ છે. જે પ્રાણી એટલું શીખ્યો અને તેનું અનુકરણ કર્યું - તદ્યોગ્ય પ્રયત્ન કર્યો તે પ્રાણી અવશ્ય આત્મહિત કે જે પરમ કષ્ટ સાધ્ય થઈ શકે તેવું છે તેને સાધે છે અને આઘશ્લોકમાં કહ્યા પ્રમાણે તેના હૃદયમાં ખરેખરો વિવેક પ્રગટે છે, જે વિવેક તેને અનુક્રમે પરમાનંદ સુખ પ્રાપ્ત કરી આપવાના જામીનરૂપ છે. આ કાવ્ય પણ જો

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154