Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 137
________________ ૧ ૨૬ હૃદયપ્રદીપ આ દેહમાં મુગ્ધ બને તું શાથી? તું માત્ર દ્રષ્ટા, અળગો બધાથી. ૬ શ્રીમંત શું ના કદી રંક થાતા? દરિદ્ર શું ના ધનવંત થાતા? તૃષ્ણા ખરું કારણ દુઃખ કેરું, તેને તજો સૌખ્ય મળે અનેરું. ૭ રોગો બધામાં ભવ રોગ મોટો, વિચાર છે ઔષધ, ન્હોય જોટો; તે રોગની શાંતિ, સમાપ્તિ માટે, વિચારવું આજ સુશાસ્ત્ર વાટે. ૮ અનિત્યતાનું યદિ હોય ભાન, -ગુરુ પ્રસાદે વળી તત્ત્વજ્ઞાન; સર્વત્ર તેને મળશે જ શાંતિ, ઘરે, ગુફામાં - નહિ તો અશાંતિ. ૯ મોહાંધકારે ભમતો રહે છે, સંસાર દુઃખે રડતો રહે છે; વિવેકભાનુ યદિ ના ઊગે છે, સ્વરૂપ સાચું નવ સાંપડે છે. ૧૦ સંપત્તિને આપદરૂપ જાણે, શરીરને એ શબરૂપ માને; ભોગો જણાતા ભયરૂપ તેને, આત્માનુભૂતિ થઈ હોય જેને. ૧૧ દોષો પરાયા નીરખે તું શાને? ચિતા પરાઈ કરતો તું શાને? ભોળો ન થા, ખેદ વૃથા તજી દે, છોડી બધું શ્રેય સ્વનું કરી લે. ૧૨

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154