Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 140
________________ ૧ ૨૯ હદયપ્રદીપ જો ચિત્ત શાંતિ, અપમાનથી શું? જો છે અશાંતિ, બહુમાનથી શું? ના રીઝવે, ના વળી ખીજવે છે, યોગી સદા સ્વસ્થપણે રહે છે. ર૬ પુણ્ય સ્વર્ગે, નરક ગતિમાં પાપથી એકલો જઆત્મા જાતો, ઉભય ટળતાં મોક્ષમાં એકલો જ; બીજા સંગે સુખ નવ કદી, અન્યનું કામ ના કેં, તેથી જ્ઞાની સહજ વિચરે મોજથી એકલો થૈ. ૨૭ સમર્થ જે હો જગ જીતવાને, અશક્ત છે તે મન જીતવાને; સાચો વિજેતા મનનો વિજેતા, નીચા ઠરે ત્યાં જગના વિજેતા. ૨૮ યોગો મહીં શ્રેષ્ઠ મનનિરોધ, - જ્ઞાન મહીં ઉત્તમ તત્ત્વબોધ;--- સંતોષ જેવું સુખ હોય અન્ય, સંસારમાં સાર ત્રણે અનન્ય. ૨૯ ગણાય જે દુર્લભ અષ્ટ સિદ્ધિ, રસાયનો, અંજન, સ્વર્ણ સિદ્ધિ; સમાધિઓ, મંત્ર, અનેક ધ્યાનઅશાંત ચિત્તે વિશ્વની સમાન. ૩૦ સંકલ્પ-ચિંતા-વિષયો મહીં જે, ડૂળ્યા રહે તત્ત્વ ન જાણશે તે; સંસાર કષ્ટ બહુ તે રિબાતા, સ્વપ્નય પામે ન સમાધિ શાતા. ૩૧ પર્યાપ્ત છે પથપ્રદર્શક એક શ્લોક, ગ્રંથો અસંખ્ય જનરંજન હેતુ ફોક;

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154