Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 121
________________ ૧૧૦ હૃદયપ્રદીપ અર્થ જે સુખ રાગ-દ્વેષરહિત તથા નિતર આત્મતત્ત્વના વિચાર વિષે જ તત્પર થયેલા વીતરાગી મુનિના ચિત્તને વિષે સ્થિરતાને પામે છે; તે સુખ નિશ્ચે રાગ-દ્વેષથી યુક્ત એવા ઇન્દ્ર કે ચક્રવર્તીને હોતું નથી એમ હું માનું છું. -— ભાવાર્થ આ સંસારમાં કેટલાક પ્રાણીઓ મોટી રાજઋદ્ધિ, સુખ-સૌભાગ્ય, સ્ત્રી-પુત્ર, પરિવાર વગેરેની પ્રાપ્તિવાળા ઇન્દ્ર અને ચક્રવર્તી વગેરેને જોઈને તેને પરમ સુખી માને છે અને તેવું સુખ પ્રાપ્ત કરવા મેળવવા પોતે ઇચ્છે છે, પરંતુ જ્ઞાની કહે છે કે હે બંધુઓ! એમાં તમારી ભૂલ થાય છે. જે સુખ આત્મનિષ્ઠ એવા મુનિમહારાજને પ્રાપ્ત થયેલ હોય છે, તેના અનંતમા ભાગનું સુખ પણ ઉપર કહેલા ઇન્દ્રચક્રવર્ત્યાદિકને હોતું નથી. કેટલીક વખત તો તેઓને પૂછવાથી પણ જણાય છે કે તેઓ ખરા સુખી નથી પણ દુઃખી છે. તેઓ કહે પણ છે કે ભાઈઓ! તમે ઉપરથી અમને બહુ સુખી માનો છો પરંતુ અમને જે ચિંતા છે, જે ઉપાધિ છે, જે દુ:ખો છે તે બધાં જો તમે જાણો-સમજો-અનુભવો તો તમે અમને સુખી કહો જ નહીં. અમને ઉપરનું અનેક પ્રકારનું સુખ છે, અમે ગાડી-ઘોડામાં બેસીને ફરીએ છીએ, અનેક સુંદરીઓની વચ્ચે ઘૂમીએ છીએ; પરંતુ અમને અત્યંતર સુખ - નિશ્ચિતપણું, શાંતિ અલ્પ પણ નથી. આવા કથનથી અને જ્ઞાનીઓના તથા પ્રકારના અનુભવથી ઉપર જણાવી છે તે હકીકત અક્ષરશઃ સત્ય છે. ખરું સુખ વીતરાગી અને આત્મનિષ્ઠ એવા મહાત્માઓને જ હોય છે તેમને જ હોઈ શકે છે. અન્યત્ર તેવા સુખના બિંદુનો પણ સંભવ નથી. Explanation All celestial and earthly pleasures are absolutely insignificant as compared to the happiness of a holy being engrossed in his own - - k - -

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154