________________
અર્થ - જેઓ નિસ્પૃહી છે, સમસ્ત રાગના ત્યાગી છે, તત્ત્વમાં જ એકનિષ્ઠાવાળા છે, નષ્ટ અભિમાનવાળા છે તથા સંતોષના પોષણથી નષ્ટ ઈચ્છાવાળા છે, તેઓ પોતાનાં મનનું જ રંજન કરે છે, પણ લોકોનું રંજન કરતા નથી. ભાવાર્થ – ઉપર શ્લોકાર્થમાં બતાવેલ ભાવવાળા ઉત્તમ પુરુષો તો આત્મરંજન જ કરે તેમાં આશ્ચર્ય શું? કારણ કે તેમનાં મનને લોકરંજનની અપેક્ષા હોતી જ નથી. તેઓ જે ધર્મારાધન કરે છે તે આત્મરંજન માટે જ કરે છે. તેઓ જાણે છે કે જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ'. આ વાત તેમનાં હૃદયમાં દઢ કસેલી હોય છે, કેમ કે તેઓ સમગ્ર વસ્તુસમૂહ ઉપર તેમજ કુટુંબ-પરિવારાદિ ઉપર _ગરહિત હોવાથી ખરા નિઃસ્પૃહી થયેલા હોય છે. સૂક્ષ્મ બોધ થયેલો હોવાથી તત્ત્વનિષ્ઠ થયા હોય છે, ગણધરાદિકની અપૂર્વ રાષ્ટ્ર ધારણશક્તિ જાણેલી હોવાથી અભિમાન તો સર્વથા નિર્મૂળ થઈ ગયેલું હોય છે અને ઇચ્છામાત્રનો રોલ કરવાથી સંતોષસુરતરુની શીતળ છાયાનો આશ્રય કરીને રહેલા હોય છે. એવા સંતો ખરેખરા ધન્યવાદને પાત્ર છે. ત્યાગ પણ તેમનો જ સાચો છે, વૈરાગ્ય પણ તેમનો જ ખરો છે અને બોધ પણ તેમને થયેલો જ પ્રમાણ છે. આ હકીકત સર્વ સુજ્ઞ જનોએ ધારી રાખવા લાયક છે અને જનમનરંજન કરવાનો વિચાર તજી દઈ આત્મરંજન કરવા ઉઘુક્ત થવું ઘટમાન છે. . . . . . Explanation - The nature of a truly detached and holy being is described in this verse. True saints are (1) desire-free, (2) totally detached, (3) devoted to truth, (4) devoid of pride and (5) seekers of self-contentment.
Such beings have no need to please people