Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 112
________________ શ્લોક-૩૧ ધન ધન ક+ पाया सामान – અર્થ – સંકલ્પ, ચિંતા અને વિષયોથી આકુળ થયેલા જે જીવો - હોય છે, તેઓ યથાર્થપણે તત્ત્વને જાણતા જ નથી. સંસારનાં દુ:ખો વડે વિડંબના પામેલા તેઓને સ્વપ્નને વિષે પણ સમાધિનું સુખ હોતું નથી. ભાવાર્થ જે સમાધિસુખની વ્યાખ્યા ૨૯મા કાવ્યમાં કરી આવ્યા છીએ અને જેના સમાન બીજું કોઈ પણ સુખ નથી એમ કહી આવ્યા છીએ, તેવા અપ્રતિમ સમાધિસુખની પ્રાપ્તિ જ્યાં સુધી યથાર્થ તત્ત્વો જાણવામાં ન આવે, સંકલ્પ-વિકલ્પ દૂર ન થાય, ઇન્દ્રિયજન્ય સુખથી ઉપરાંટું મન ન થાય, તે સુખો ઉપ૨ અભાવ ઉત્પન્ન ન થાય અને સાંસારિક અનેક પ્રકારનાં - દુઃખોની કદર્થના દૂર ન થાય, એટલે જે દુઃખોનો મોટો ભાગ તો માત્ર કલ્પનાથી દુ:ખ તરીકે માનેલો હોય છે અને બાકીનો ભાગ ઉદીરણા વડે જ ઉત્પન્ન કરેલો હોય છે, તે બધાં દુ:ખો સદ્વિચારણા વડે દૂર ન થાય ત્યાં સુધી થઈ શકતી-નથી. તેથી જો એવા અપ્રતિમ સમાધિસુખને પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તત્ત્વસ્વરૂપ જાણવા પ્રયત્ન કરવો, ખોટા સંકલ્પવિકલ્પ તજી દેવા, ઇન્દ્રિયજન્ય સુખની ઇચ્છાને રોકી દેવી, .તે સુખ પરિણામે દુઃખરૂપ જ છે એવી માન્યતાને દૃઢ કરવી અને સાંસારિક દુઃખોથી અલગ થઈ જવું. સંસારમાં ગણાતા ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગાદિ આર્ત્તધ્યાનનાં કારણોમાં ચિત્તને લીન જ થવા ન દેવું, એટલે સ્વતઃ અપ્રતિમ સમાધિસુખ પ્રાપ્ત થશે અને તેની પ્રાપ્તિ થઈ એટલે સૂર્યોદયથી અંધકારની જેમ અન્ય દુઃખમાત્ર દૂર થઈ જશે. કેટલાંક તો માત્ર મનની માન્યતામાત્ર જ દુ:ખ હતાં તે વિસરાળ થઈ જશે અને આત્મા આત્મિક સુખનો અવિનાશી સુખનો ભોક્તા થશે. તેથી માત્ર ઉપર બતાવેલા હેયોપાદેયને હૃદયમાં ધારણ કરી હેયને તજવાનો અને ઉપાદેયને આદરવાનો પ્રયત્ન કરવો.

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154