________________
૮૬
હૃદયપ્રદીપ
1- 6 =અર્થ - જો તારા હૃદયમાં શાંતિ છે તો લોકો સુઝુમાન થાય તેથી શું? જો તારા હૃદયમાં અશાંતિ છે તો લોકો સુષ્ટમાન થાય તેથી પણ શું? આ પ્રમાણે જાણીને યોગી બીજા જીવોનું રંજન કરતા નથી અને દુઃખ ઉત્પન્ન કરતા નથી, કારણ કે તેઓ સર્વદા શાંત અને ઉદાસીનપણામાં જ તત્પર હોય છે. ભાવાર્થ – આ જગતના જીવો પોતાની શાંતિ કે અશાંતિનો વિચાર કર્યા સિવાય અન્ય જનો પોતાની ઉપર રોષે થયા છે કે તુષ્ટમાન થયા છે તેની ફિકર કર્યા કરે છે. જ્ઞાની કહે છે કે બીજાના રોષ કે તોષથી તને લાભ-હાનિ શું છે? તારે તો તારા આત્માની શાંતિ કે અશાંતિનો વિચાર કરવો યોગ્ય છે. જો તારો આત્મા શાંતિનો અનુભવ કરતો હોય - તેની અંદર સ્વસ્થતાનો નિવાસ થયો હોય તો પછી લોકો ભલે રુષ્ટમાન થાય તેથી તને કાંઈ હાનિ થવાની નથી અને જો તારા ચિત્તમાં શાંતિ કે સ્વસ્થતા નથી - તેની અંદર ઉપતાપ ભરેલો છે તો લોકો ભલે તારી ઉપર પ્રસન્નતા બતાવે - પ્રશંસા કરે પણ તેથી તને ફળપ્રાપ્તિ શું? લાભ શો? કાંઈ નહીં. માટે લોકોના રોષ-તોષનો વિચાર ન કરતાં, તેને ગૌણ ભાવે રાખી, તારા આત્માની શાંતિ-અશાંતિનો વિચાર કરી જે પ્રકારે તારા આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને અશાંતિ દૂર થાય તેવો પ્રયત્ન કરવામાં તત્પર રહે. યોગી પુરુષો આ જ કારણને લઈને કોઈને પ્રીતિ ઉત્પન્ન કરવાનો કે કોઈને દુહવવાનો પ્રયત્ન કરતા નથી, પરંતુ આત્માની શાંતિનો જ અભ્યાસ કરે છે અને જગતથી ઉદાસીન રહે છે. જો કે જગત તો કેટલીક વખત તેમના ઉપર પ્રીતિ પણ કરે છે અને કેટલીક વખત દુહવાય પણ છે, પરંતુ યોગી પુરુષો તેની દરકાર કરતા નથી. તેઓ તો આત્માની શાંતિઅશાંતિનો જ અહર્નિશ વિચાર કર્યા કરે છે અને શાંતિ મળે છે એટલે તેમાં જ લીન થઈ આત્મહિત કરે છે. -