________________
હ્રદયપ્રદીપ
૧૮
અર્થ જેઓ આ શરીર કૃમિનિકાયોના સમૂહથી વ્યાપ્ત
અને દુઃખદાયી છે એમ પોતાનાં હૃદયમાં વિવેકપૂર્વક જાણે છે, તેઓ જાણે કેદખાનામાં બંધાયેલા હોય તેમ શરીરરૂપી યંત્રથી બંધાયેલા આત્માને નિશ્ચે છોડાવે છે.
—
ભાવાર્થ સમ્યગ્ વૈરાગ્ય શરીરાદિનું યથાસ્થિત સ્વરૂપ વિચારવાથી જ થાય છે, તેથી તે દેખાડે છે
હમેશા દરેક વસ્તુ સંબંધી વૈરાગ્ય, તેનાથી પ્રાપ્ત થતી આપત્તિઓના તેમજ તેના બિભત્સ સ્વરૂપના વિચારથી થાય છે. પ્રાણીઓ અનુક્રમે સર્વ વસ્તુ ઉપરનું મમત્વ ઉતારતા છતાં પણ છેવટે શ૨ી૨ ઉપ૨નું મમત્વ ઉતારી શકતા નથી. જેમ ધન ઉપાર્જન કરવા દેશ મૂકે છે, ધન વડે કુટુંબનું રક્ષણ કરે છે અને છેવટે કુટુંબને પણ પોતાના શરીરના રક્ષણ માટે છોડી દે છે. આ પ્રકારનો મોહ શરીર ઉપર અનાદિ કાળથી હોય છે, છતાં પણ જ્યારે તે શરીરના સ્વરૂપનું વિચક્ષણો વિવેચન કરે છે ત્યારે શરીર ઉપરથી પણ તેઓ મમત્વ ઉતારે છે અને પછી દેહને દુ:ખ પડ્યા છતાં પણ ભય ન પામી “વેઠે દુ:સ્તું મા” એ સૂત્રવચનનું અવલંબન કરી પરિષહ-ઉપસર્ગો સહન કરવા તત્પર થાય છે અને તે દ્વારા સર્વ કર્મ ક્ષય કરી અનંતા કાળથી થતાં શારીરિક અને માનસિક દુઃખોને જલાંજલિ આપે છે; અને અવ્યાબાધ સુખ જે આત્માના સ્વાભાવિક ગુણરૂપ છે તે પ્રાપ્ત કરે છે. એક તરફ જ્યારે શરીરને કૃમિ આદિ જીવોના આધારભૂત જ્ઞાનીઓ બતાવે છે, ત્યારે બીજી તરફ અતિ મોહી પ્રાણીઓ તે જ શરીરના અવયવો જે કેવળ અપવિત્ર પદાર્થોથી ભરેલા છે તેને અતિ ઉત્તમ પદાર્થોની ઉપમા આપે છે. જેમ કે સ્ત્રીનું મુખ શ્લેષ્માદિકથી ભરેલું છે છતાં તેઓ તેને ચંદ્રના સરખું કલ્પે છે, સ્તનો માંસરુધિરાદિકની પોટલીરૂપ છે છતાં તેને કનકકળશની ઉપમા