Book Title: Hriday Pradip
Author(s): Chirantanacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 39
________________ ૨૮ હૃદયપ્રદીપ સંસારમાં આસક્ત થઈ પડી રહે. મુનિઓ સાધારણ હશે તોપણ તેના પ્રસંગથી અને ઉપદેશથી જીવો સંસારથી વૈરાગ્ય પામી ચારિત્ર લઈ આત્મકલ્યાણ સાધવા ઉજમાળ થશે અને ગૃહસ્થીઓ ગમે તેટલા જ્ઞાની હશે તો પણ તેમના ઉપદેશથી સંસારથી વિરક્ત દશા થવી બહુ જ મુશ્કેલ છે. આટલા પરિણામથી બસ થતું નથી, પણ આ ભવમાં વ્યવહારની અરુચિ તથા વ્યવહારવાળા ઉપર અરુચિ કરવાની વાસના એવી પ્રબળ જામી જાય છે કે ફરી ભવાંતરમાં પણ તે જીવને બોધિબીજની પ્રાપ્તિ પણ અતિ દુષ્કર થઈ પડે છે, કારણ કે દરેક ઠેકાણે જીવ ઘણા ખરા બાહ્ય નિમિત્તના સાધનથી જ બોધિ પામે છે. આ બાબતનો પૂરેપૂરો વિચાર કરી જ્ઞાની અને વિવેકી જીવે જેઓએ શરીર ઉપરનો રાગ અને મોહ છોડ્યો હોય, છોડવાના પ્રયત્નો જારી કરેલા હોય અને તે જ પ્રકારનો ઉપદેશ કરતા હોય તેઓનો પ્રસંગ કરી શરીર ઉપરનો રાગ તથા મોહ છોડવો અને બીજા જીવોને તેવા પ્રસંગ મેળવી આપી છોડાવવા એ જ તેની ફરજ અને ખરેખરું વિવેકીપણું છે. વિશેષ વિસ્તાર કરી સર્યું. Explanation - This verse ridicules a soul who is intensely infatuated towards the body. Infatuation for the body is caused by ignorance. Ignorance, however, is not the true nature of the ‘self'. The 'self' is at once the 'seer? who sees the truth about the body, the speaker who narrates the truth' and the active wisdom that discerns the truth from falsehood. There is no reason for the 'self' to remain attached to the body which is composed of and filled with degenerating organic matter.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154