________________
શ્લોક-૬
૨૭ દુઃખ પ્રાપ્ત કર્યું તે શરીર ઉપર રાગ તથા મમત્વ કરવા વડે જ કર્યું છે. હજુ પણ જો તેઓ વિચાર કરે નહીં તો અવશ્ય હાલમાં જેમ શરીર સંબંધી તથા મન સંબંધી દુઃખો પામે છે, તેમ આગામી કાળમાં પણ અનંતા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતાં દુઃખ પામવાના. જ્યારે જ્ઞાનીપણું,. વક્તાપણું અને વિવેકીપણું પ્રાપ્ત કર્યું ત્યારે પણ જો શરીર ઉપરનો રાગ તથા મોહ ન છોડી શકે તો પછી તે પામેલાં જ્ઞાનીપણાદિક સાધનો પણ ફરી અનંતા સંસારમાં રઝળતાં ક્યારે પ્રાપ્ત થવાનાં? જ્ઞાનીપણું તો ખરેખરું ત્યારે જ કહેવાય કે જ્યારે રાગાદિક મોહમાં ફસાય નહીં. “તનજ્ઞાનમેવ ન મવતિ, यस्मिन्नुदिते . विभाति रागगणः । तमसः कुतोस्ति शक्तिનિરવિરUTTગ્રત: ચાતુતિ |” “તે જ્ઞાન જ ન કહેવાય કે જે જ્ઞાન ઉદય પામ્યા છતાં પણ રાગનો સમૂહ વિસ્તાર પામે; સૂર્યનાં કિરણોની આગળ અંધકારની ટકવાની શક્તિ ક્યાંથી હોય?” દુનિયામાં અધ્યાત્મીઓ બની, ઝીણા ઝીણા સ્વરથી ડોળ કરી વાચાળપણું બતાવનાર અને એ જ દ્વારા પોતાના સ્વાર્થો સાધનારનાં દૃષ્ટાંતો તો આ હુંડા અવસર્પિણીરૂપ દુઃખમ કાળમાં શોધવાં પડે તેમ છે જ નહીં. તે જીવો બિચારા કૂવાના દેડકાની જેમ કંઈક ભાષાંતરપ્રમુખ દ્વારા જ્ઞાન મેળવી, “અમારા જેવા અધ્યાત્મજ્ઞાનીઓ દુનિયામાં બીજા કોઈ નથી' એમ ધારી, પુષ્ટાલંબનભૂત અને અનેક જીવોનું હિત કરનારા મુનિમહારાજાઓને ક્રોધી ઠરાવે, અયોગ્ય ઠરાવે, પોતે તેઓનો પરિચય કરી પોતાનું તથા તેઓનું જે હિત કરવાનું તે છોડી દઈ અલગ અલગ રહે અને બીજા જીવોને પણ અલગ રાખે; આનું પરિણામ એ આવે કે તેઓ ગમે તેટલો અધ્યાત્મનો ઉપદેશ કરે તો પણ તેઓનો શરીર ઉપર રાગ, મોહ તેમજ તે સાધવાના પ્રયત્નો જોઈ તેઓના આશ્રયે રહેલા જીવોને પ્રતિબોધ લાગે નહીં. ઉપદેશકોની પેઠે તેઓ પણ બિચારા