________________
૨૬
હ્રદયપ્રદીપ
અર્થ
ત્વચા, માંસ, ચરબી, હાડકાં, વિષ્ટા અને મૂત્રથી ભરેલા આ શરીર પર તને પ્રીતિ કેમ થાય છે? કેમ કે સાક્ષાત્પણે આત્મિક ગુણોનો જોનાર અને કહેનાર વિવેકરૂપ તું પોતે જ છે, તો પછી આ પ્રમાણે તું મૂંઝાય છે કેમ?
--
ભાવાર્થ શરીરને પુષ્ટ કરવાનો અભિપ્રાય જ્યારે શરીર ઉપ૨ પ્રાણીઓને રાગ હોય ત્યારે જ થાય છે. રાગ એ મોહરૂપ છે. મોહ વિવેકી પ્રાણીઓએ કરવો જોઈએ નહીં, આ અધિકાર હવે છઠ્ઠા શ્લોકે કરી ગ્રંથકાર બતાવે છે.
હે ચેતન! જે શરીર ચામડી, માંસ, ચરબી, વિષ્ટા અને મૂત્ર વગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે; તેમાં તને રાગ અવિચારિતપણે શા માટે થયા કરે છે? હે ચેતન! સાક્ષાતૃપણે સર્વ પદાર્થોનો જાણનાર, યથાવસ્થિતપણે બતાવનાર અને તેઓનું વિવેચન કરનાર તું પોતે જ છે, તો હવે એવા અશુચિ પદાર્થોમાં રાગ કરી શા માટે મૂંઝાય છે?
આ શ્લોકમાં ગ્રંથકારે જીવને બહુ મોટો અને વિવેકી હરાવી ઉપદેશ આપવા પ્રયત્ન કર્યો છે.
આ ઉપદેશપદ્ધતિ બાળ, અજ્ઞાની, માનના ભૂખ્યા જીવને બહુ જ અસરકારક થાય છે. નાના બાળકની પેઠે અગર પશુની પેઠે અજ્ઞાનતાથી તેમજ અવિવેકીપણાથી મૂઢ અને અજ્ઞાની જીવ તો અશુચિ પદાર્થમાં રાગ કરે અને મૂંઝાય; પણ તું પોતે જ્ઞાની થઈને, બીજા પ્રાણીઓને ઉપદેશ આપનાર થઈને તેમજ વિવેકરૂપ હોઈને આવા અશુચિ પદાર્થમાં રાગ કરી મોહ પામીને શા માટે મૂંઝાય છે? જ્ઞાનીપણું, વક્તાપણું, વિવેકીપણું તો તારું ત્યારે ખરેખરું કહેવાય કે એવા અશુચિ પદાર્થથી પણ અતિ ઉત્તમ મોક્ષસાધન જ્યારે તું સાધી લે. પ્રાણીઓએ જે અનંતાં કાળચક્ર સુધી આ સંસારમાં, સર્વ ગતિઓમાં અનંતું