Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay Publisher: Naginbhai Paushadhshala View full book textPage 7
________________ [૬] . . હિતકારક માર્ગ દર્શાવતાં ફરમાવ્યું છે કે-૧-સુવિશુદ્ધ સમ્યક્ત્વ, ૨-ઉત્તમ ગુણોને સંગ્રહ અને ૩-દેશવિરતિ તથા સર્વવિરતિ, આ ચાર ગુણોમાં પ્રબળ પુરૂષાર્થ કરો એ જ પરમ હિતકારક માર્ગ છે. - ક્રમશઃ આ ચારેય ગુણોનું વિસ્તારથી વર્ણન કરતાં સમ્યગ્દર્શન ગુણને પામવા માટે મિથ્યાત્વની અનર્થ કારકતા વર્ણવી તેને ત્યાગ કરવાને અને સમ્યગ્દર્શન. ગુણને સ્વીકારવાનો ઉપદેશ આપે છે. અધિકારી આત્મા જ સમ્યક્ત્વ પામી શકે. સમ્યક્ત્વના અધિકારી બનવા માટે તેર ગુણીની આવશ્યકતા ઉપર ભાર મૂકીને તે તેર ગુણોને નામેલ્લેખ કર્યો. છે. (ગાથા ૧૨ થી ૧૪.) ત્યાર બાદ ગાથા ૧૫ થી ૨૧ માં સમ્યફત્વનું લક્ષણ અને તેના મહિમાને વર્ણવ્યું છે. ગાથા ૨૨ થી ૩૦ માં સમ્યક્ત્વના પાંચ દેષ, પાંચ લક્ષણ અને પાંચ ભૂષણનું વર્ણન કર્યું છે. સમ્યક્ત્વ રત્ન પણ ગુણોને સમુદાય હોય તો જ શોભી શકે છે. તેથી તે માટેના આવશ્યક અગ્યાર ગુણેનું વર્ણન વિસ્તારથી ક્રમશઃ કર્યું છે. તેમાં દાન ગુણમાં અભયદાન, અનુકંપાદાન, જ્ઞાનદાન અને ભક્તિદાનને સમાવેશ કરીને જ્ઞાનદાનમાં પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. (ગા.–૧૫ થી ૪૧) ભક્તિદાનમાં જિનમંદિર આદિ સાતક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમાં જિનમંદિરના નિર્માણ માટે શાસ્ત્ર-વિધિ ઉપર ખૂબ ભાર મૂકીને દાનગુણની સમાપ્તિ કરી છે. ગાથા ૪ર થી ૧૬૯) વળી શીલગુણનું વર્ણન કરતાં કહ્યું છે કે–દાનગુણ પણ શીલ વિના શોભતો નથી, પરંતુ શીલ પાળવું ઘણું જ દુષ્કર છે. જે આત્મા શીલને વિશુદ્ધ ભાવથી પાળે છે તે આત્મા જ કલ્યાણ સાધી શકે છે. તથા કામની ભયંકરતા વર્ણવતાં લખ્યું છે કે–શાસ્ત્રની વિચારણા કરવાને પ્રસંગ ઉભો થાય ત્યારે શાસ્ત્રના અભ્યાસ વિનાના આત્માઓ પશુ જેવા દેખાય છે, પરંતુ કામનું આક્રમણ આવે ત્યારે તે પંડિત અને અપંડિત એ બન્નેય પશુ જેવા દેખાય છે. એક હૃદયવેધક રમૂજ રજુ કરતા તેઓશ્રી જણાવે છે કે “બહારનું કોઈ પણ આક્રમણે આવે તો લેકે બળવાન મનુષ્યનું શરણ સ્વીકારે છે, પણ કામનું આક્રમણ આવે ત્યારે તે લેક અબળા (સ્ત્રી)નું જ શરણ સ્વીકારે છે આ કેવું અપૂર્વ આશ્ચર્ય છે ! ખેદની વાત તો એ છે કે સંસાર છોડીને વનવાસ કરનારા (સંન્યાસી આદિ) પણ કામના પ્રબળ પાશમાંથી બચી શક્યા નથી. કામના પ્રબળ પાશમાંથી જે બચે તે ધન્યવાદને પાત્ર છે અને તેના હૃદયમાં જ ચારિત્ર લક્ષ્મી વિલાસ કરી શકે છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 230